________________
शत-८ : देश-७
| १५ |
दिज्जमाणे दिण्णे, पडिग्गाहिज्जमाणे पडिग्गहिए णिस्सरिज्जमाणे णिसिडे; अम्हंणं अज्जो ! दिज्जमाणं, पडिग्गहगं असंपत्तं, एत्थ णं अंतरा केइ अवहरेज्जा, अम्हं णं तं, णो खलु तं गाहावइस्स । तएणं अम्हे दिण्णं गेण्हामो, दिण्णं भुंजामो, दिण्ण साइज्जामो, तए णं अम्हे दिण्णं गेण्हमाणा, दिण्णं भुजमाणा, दिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं संजय-विरय जाव एगंतपंडिया यावि भवामो । तुब्भे णं अज्जो ! अप्पणा चेव तिविहं तिविहेणं अस्संजय-अविरयअपडिहय-पच्चक्खाय-पावकम्मा जाव एगतबाला यावि भवह । ભાવાર્થઃ- ત્યારે તે સ્થવિર ભગવંતોએ અન્ય તીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! અમારાસિદ્ધાંતમાં– “અપાતો પદાર્થ અપાયો, ગ્રહણ કરાતો પદાર્થ ગ્રહણ કરાયો અને પાત્રમાં નંખાતો પદાર્થ નંખાયો કહેવાય છે, હે આર્યો ! અમને અપાતો પદાર્થ જ્યાં સુધી અમારા પાત્રમાં પડ્યો નથી, ત્યાં સુધીમાં વચ્ચે જ કોઈ વ્યક્તિ તેનું અપહરણ કરી જાય, તો તે પદાર્થ અમારો જ અપહૃત થયો કહેવાય છે, પરંતુ ગૃહસ્થોનો પદાર્થ અપહૃત થયો છે. તેમ કહેવાતું નથી. તેથી અમે દત્તનું ગ્રહણ કરીએ છીએ. દત્તનો આહાર કરીએ છીએ, દત્તની અનુમતિ આપીએ છીએ; આ રીતે દત્તનું ગ્રહણ કરતા, દત્તને ભોગવતા, દત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ ત્રિવિધ સંયત,વિરત યાવતુ એકાંત પંડિત છીએ. હે આર્યો! તમે સ્વયંત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત, પાપકર્મોનો નાશ ન કરનારા, પાપકર્મના પ્રત્યાખ્યાન ન કરનારા યાવતુ એકાંત બાલ છો. १० तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं असंजय अविरय जाव एगंतबाला यावि भवामो? ભાવાર્થઃ- ત્યાર પછી તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો! અમે ક્યા કારણે ત્રિવિધ ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છીએ? |११ तएणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- तुब्भे णं अज्जो ! अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह, अदिण्णं साइज्जह; तएणं तुब्भे अदिण्ण गेण्हामाणा, जाव एगतबाला यावि भवह । ભાવાર્થ:- તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! તમે અદત્તનું ગ્રહણ કરો છો, અદત્તનો આહાર કરો છો અને અદત્તની અનુમતિ આપો છો. આ રીતે અદત્તનું ગ્રહણ કરતા થાવત્ તમે એકાંત બાલ છો. १२ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे अदिण्णं गेण्हामो, जाव एगंतबाला यावि भवामो?