________________
શતક-૮: ઉદ્દેશક-૮
[ ૧૭૧]
શતક-૮ : ઉદ્દેશક-૮
જે સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં પ્રત્યેનીકના ભેદ પ્રભેદ, પાંચ પ્રકારના વ્યવહાર, સાંપરાયિક અને ઐર્યાપથિક કર્મબંધના વિવિધ વિકલ્પો, બાવીસ પરીષહ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યની ઊંચાઈ અને તેનું તાપક્ષેત્ર વગેરે વિષયોનું નિરૂપણ છે. પ્રત્યેનીક - વિરુદ્ધ આચરણ કરનાર. સૂત્રમાં તેના છ પ્રકાર કહ્યા છે ? ગુરુ પ્રત્યેનીક- આચાર્ય, ઉપાધ્યાય અને સ્થવિરોની વિરુદ્ધ આચરણ કરનાર. (૨) ગતિ પ્રત્યેનીક- ઈહલોક, પરલોક અને ઉભયલોકમાં વિરુદ્ધ આચરણ કરનાર. (૩) સમૂહ પ્રત્યનીક- કુલ, ગણ અને સંઘની વિરુદ્ધ આચરણ કરનાર (૪) અનુકંપા પ્રત્યેનીક– અનુકંપાને યોગ્ય તપસ્વી, ગ્લાન અને નવદીક્ષિત સાધુની વિરુદ્ધ આચરણ કરનાર. (૫) શ્રુત પ્રત્યેનીક- સૂત્ર, અર્થ અને સૂત્રાર્થરૂપ શ્રુતની વિરુદ્ધ આચરણ કરનાર. (૬) ભાવ પ્રત્યની ક– જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂ૫ આત્મભાવોની વિરુદ્ધ આચરણ કરનાર.
પાંચ પ્રકારના વ્યવહાર – સંયમ જીવનના આવશ્યક નિર્ણયો કે પ્રાયશ્ચિત્તોને વ્યવહાર કહે છે. નિર્ણાયક પુરુષોની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે– (૧) આગમ વ્યવહાર- કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વના જ્ઞાની પુરુષો પોતાના જ્ઞાનના માધ્યમથી જે વ્યવહાર કરે તે આગમ વ્યવહાર છે. (૨) શ્રત વ્યવહાર– શ્રુત જ્ઞાનના માધ્યમથી શ્રુતજ્ઞાની જે વ્યવહાર કરે તે શ્રત વ્યવહાર છે. (૩) આશા વ્યવહાર– આગમ અને શ્રુત બે વ્યવહારના અભાવમાં બહુશ્રુત ગીતાર્થની આજ્ઞાના આધારે જે વ્યવહાર થાય તે આજ્ઞા વ્યવહાર છે. ૪) ધારણા વ્યવહાર– જે વિષયમાં પૂર્વોક્ત ત્રણ પ્રકારના વ્યવહાર ન હોય ત્યારે ગુરુ-ધારણાના આધારે વ્યવહાર કરવો તે ધારણા વ્યવહાર છે. (૫) જીત વ્યવહાર– જે વિષયમાં પૂર્વોક્ત ચારે વ્યવહાર ન હોય ત્યારે પરંપરાને અનુસરવું તે જીત વ્યવહાર
આ રીતે પાંચ પ્રકારના વ્યવહારનો યથાક્રમે ઉપયોગ થાય છે અને વિવેકપૂર્વક તેની આરાધના કરનાર આરાધક બને છે, અવિવેકથી કે પક્ષાગ્રહથી વ્યવહાર કરનાર વિરાધક થાય છે.
પથિક બંધ - કેવળ યોગના નિમિત્તથી વીતરાગીને થતા બંધને ઐયંપથિક બંધ કહે છે. આ બંધ અવેદી વીતરાગી મનુષ્યોને જ હોય છે. તે કર્મબંધ પૂર્વભાવની અપેક્ષાએ ત્રણે લિંગવાળા જીવો કરી શકે
ઐર્યાપથિક કર્મબંધક જીવોમાં અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવો અશાશ્વત છે પરંતુ તેરમા ગુણસ્થાનવર્તી જીવો શાશ્વત છે. તેથી તેમાં એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આઠ ભંગ થાય છે.