________________
शत-८ : उद्देश-७
૧૩
असंजय- अविरय- अप्पडिहय पच्चक्खाय पावकम्मे एवं जहा सत्तमसए बिइए उद्देसए जाव एगंतबाला या वि भवह ।
ભાવાર્થ:- ત્યારે તે અન્યતીર્થિકો, જ્યાં સ્થવિર ભગવંત હતા, ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે ત્રણ કરણ અને ત્રણ યોગથી અસંયત, અવિરત, પાપકર્મનો નાશ નહીં કરનાર, પાપકર્મના પ્રત્યાખ્યાન નહીં કરનારા છો, ઇત્યાદિ શતક-૭/૨ અનુસાર અહીં જાણવું યાવત્ તમે એકાંત બાલ છો.
३ तणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे तिविहं तिविहेणं अस्संजय- अविरय जाव एगंतबाला यावि भवामो ?
ભાવાર્થ :- આ સાંભળી તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે પૂછ્યું– હે આર્યો ! અમે ક્યા કારણે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત આદિ વિશેષણ યુક્ત અને એકાંત બાલ છીએ ?
४ तणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी - तुब्भे णं अज्जो ! अदिण्णं गेण्हह, अदिण्णं भुंजह, अदिण्णं साइज्जह; तएणं तुब्भे अदिण्णं गेण्हमाणा, अदिण्णं भुंजमाणा, अदिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं असंजय-अविरय जाव एगंतबाला यावि भवह ।
ભાવાર્થ :– ત્યારે તે અન્યતીર્થિકોએ તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! તમે અદત્ત પદાર્થ ગ્રહણ કરો છો, અદત્ત ભોગવો છો અને અદત્તની અનુમોદના કરો છો; આ રીતે અદત્ત ગ્રહણ કરતા, અદત્ત ભોગવતા અને અદત્તની અનુમતિ આપતા તમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ છો.
५ तणं ते थेरा भगवंतो ते अण्णउत्थिए एवं वयासी- केण कारणेणं अज्जो ! अम्हे अदिण्णं गेण्हामो, अदिण्णं भुंजामो, अदिण्णं साइज्जामो ? जए णं अम्हे अदिण्णं गेण्हमाणा, अदिण्णं भुंजमाणा, अदिण्णं साइज्जमाणा तिविहं तिविहेणं असंजय- अविरय जाव एगंतबाला यावि भवामो ?
भावार्थ :ત્યારે તે સ્થવિર ભગવંતોએ તે અન્યતીર્થિકોને આ પ્રમાણે પૂછ્યું– હે આર્યો ! અમે કઈ રીતે અદત્તનું ગ્રહણ કરીએ છીએ, અદત્તનું ભોજન કરીએ છીએ, અદત્તની અનુમતિ આપીએ છીએ, કે જેથી અદત્તનું ગ્રહણ કરતા, અદત્તને ભોગવતા અને અદત્તની અનુમતિ આપતા અમે ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત યાવત્ એકાન્ત બાલ છીએ ?
६ तएणं ते अण्णउत्थिया ते थेरे भगवंते एवं वयासी- तुम्हाणं अज्जो !