________________
શતક-૮: ઉદ્દેશક-૭
[ ૧૧]
શતક-૮ : ઉદ્દેશક-૭
જે સંક્ષિપ્ત સાર છે આ ઉદ્દેશકમાં અન્યતીર્થિકોના આક્ષેપ અને તેનું નિરાકરણ તથા પાંચ પ્રકારની ગતિનું અતિદેશપૂર્વક વર્ણન છે. અન્યતીર્થિકોનો સ્થવિરો પ્રતિ આક્ષેપ છે કે સ્થવિરો એકાંત અસંયત, અવિરત અને એકાંત બાલ છે. કારણ કે ગૃહસ્થ દ્વારા અપાતા પદાર્થનું વચ્ચે જ કોઈ અપહરણ કરી જાય તો તે પદાર્થ ગૃહસ્થનો છે તેમ તેઓ માને છે અને જ્યાં સુધી પદાર્થ પોતાના પાત્રમાં પડે નહીં, ત્યાં સુધી તે આહારને પોતાનો માનતા નથી. તેથી તેઓ અદત્તનું ગ્રહણ કરે છે. સાધુ જીવનમાં અદત્તનું ગ્રહણ તે યોગ્ય નથી. તેથી તેઓ બાલ છે. તે ઉપરાંત તેઓ કોઈપણ પ્રવૃત્તિ કરતાં જીવહિંસા કરે છે, તેથી વિરાધક પણ છે.
અન્યતીર્થિકોની માન્યતા સર્વથા વિપરીત છે. સ્થવિરોના વનમાં સિસિદ્ધાંતાનુસાર અપાતો પદાર્થ અપાયો જ છે. ગૃહસ્થ દ્વારા અપાતા પદાર્થનું વચ્ચેથી કોઈ અપહરણ કરી જાય તો તે પદાર્થ ગૃહસ્થનો નહીં પરંતુ સાધુનો જ કહેવાય છે. તેથી તેઓ દત્તનું(અન્ય દ્વારા અપાયેલા પદાર્થનું) ગ્રહણ કરે છે અને તેઓ પંડિત છે.
તેમજ તેઓ ગમનાદિ પ્રત્યેક ક્રિયા ઉપયોગપૂર્વક, જીવરક્ષાપૂર્વક કરે છે, સતત અહિંસાધર્મનું પાલન કરવામાં તત્પર રહે છે. તેથી તેઓ આરાધક છે પરંતુ અન્યતીર્થિકોની સમજણ યથાર્થ ન હોવાથી તેઓ એકાંત બાલ છે.
ગતિના પાંચ પ્રકાર છે– (૧) પ્રયોગગતિ- પંદર પ્રકારના યોગના માધ્યમથી જીવની ક્ષેત્રમંતર કે પર્યાયાન્તર રૂ૫ ગતિને પ્રયોગ ગતિ કહે છે. (૨) તત ગતિ વિસ્તૃત ગતિ. એક-એક કદમ ગતિ કરતાં વ્યક્તિ ગંતવ્ય સ્થાને પહોંચે છે. તે ગતિને વિસ્તૃત ગતિ કહે છે. (૩) બંધન છેદ ગતિ- કર્મ બંધનથી મુક્ત થયેલા જીવની ગતિ. (૪) ઉપપાત ગતિ- ઉત્પન્ન થવા રૂ૫ ગતિ. (૫) વિહાયોગતિ- વાટે વહેતા જીવની આકાશ પ્રદેશના આધારે થતી ગતિ.