________________
૧૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લોકવર્તી તેના ભૂતપૂર્વ શરીરના અંશરૂપ અસ્થિ આદિથી આહારક શરીરનો સ્પર્શ થાય, તેને પરિતાપ ઉત્પન્ન થાય, તો નૈરયિક જીવને આહારક શરીરની અપેક્ષાએ ત્રણ કે ચાર ક્રિયા લાગે છે. આ રીતે દેવ આદિ તથા બેઇન્દ્રિય આદિ જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ. વર્તમાનમાં પણ નૈરયિકોના વિવિધ પ્રકારના મુશ્કેલક(છોડેલા પુદ્ગલ) લોકમાં વ્યાપ્ત થાય છે. તે પુદ્ગલોથી આહારક આદિ શરીરોની વિરાધના થાય તેથી તેને ત્રણ કે ચાર ક્રિયા લાગે છે.
તૈજસ, કાર્પણ શરીરની અપેક્ષાએ જીવોને ત્રણ કે ચાર ક્રિયાવાળા કહ્યા છે. તે ઔદારિકાદિ શરીરાશ્રિત તૈજસ-કાશ્મણ શરીરની અપેક્ષાએ સમજવું જોઈએ. કારણ કે કેવળ તૈજસ કે કાર્મણ શરીરને પરિતાપ પહોંચાડી શકાતો નથી.
શતક-૮/૬ સંપૂર્ણ છે તે