________________
શતક–૮ : ઉદ્દેશક—5
૧૫૯
આ રીતે પ્રત્યેક સરાગી જીવોને ત્રણ ક્રિયા અવશ્ય હોય છે. તેમને એક કે બે ક્રિયાનો સંભવ નથી. પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી, આ બે ક્રિયાની ભજના છે. જ્યારે તે જીવ કોઈ જીવને પરિતાપ ઉત્પન્ન કરે, ત્યારે તેને પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા અને જ્યારે કોઈ જીવના પ્રાણોનો ઘાત કરે, ત્યારે તેને પ્રાણાતિપાનિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે. પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે ત્યારે પૂર્વની ચાર ક્રિયા અવશ્ય હોય જ છે, તેથી સૂત્રમાં ત્રણ, ચાર કે પાંચ ક્રિયાની ભજના કહી છે. જ્યારે જીવ વીતરાગી બને છે, ત્યારે પૂર્વોક્ત પાંચમાંથી એક પણ ક્રિયા તેને લાગતી નથી, ત્યારે તે અક્રિય હોય છે. ૨૪ દંડકના જીવોને અન્ય શરીરની અપેક્ષાએ લાગતી ક્રિયા ઃ
નૈરયિક જીવ જ્યારે ઔદારિક શરીરધારી પૃથ્વીકાયાદિ જીવોનો સ્પર્શ કરે છે, ત્યારે તેને ત્રણ ક્રિયા, જ્યારે તેને પરિતાપ ઉત્પન્ન કરે છે, ત્યારે ચાર ક્રિયા અને જ્યારે તેના પ્રાણોનો ઘાત કરે છે, ત્યારે પાંચ ક્રિયા લાગે છે. નૈરયિક જીવો અક્રિય હોતા નથી; કારણ કે તે વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરી શકતા નથી. મનુષ્ય સિવાય શેષ ૨૩ દંડકોના જીવો અક્રિય થતા નથી.
ઔદારિક શરીરની અપેક્ષાએ નૈયિકના ચાર સૂત્રાલાપક થાય છે– (૧) એક વૈયિક જીવને, અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ (૨) એક નૈરયિક જીવને અન્યના અનેક જીવોના ઔદારિક શરીરની અપેક્ષાએ (૩) અનેક નૈયિક જીવોને અન્યના એક ઔદારિક શરીરની અપેક્ષાએ (૪) અનેક નૈરયિક જીવોને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ. આ ચાર સૂત્રાલાપકમાંથી પ્રથમ ત્રણ સૂત્રાલાપકમાં ત્રણ, ચાર અથવા પાંચ ક્રિયા લાગે છે. આ ત્રણમાંથી કોઈ પણ એક વિકલ્પ સંભવિત છે પરંતુ ચોથા સૂત્રાલાપકમાં ત્રણ ક્રિયા પણ લાગે છે, ચાર ક્રિયા પણ લાગે છે અને પાંચ ક્રિયા પણ લાગે છે. કારણ કે તે સૂત્રમાં અનેક નૈરયિકોને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કથન છે. આ રીતે તેમાં બહુવચનનો પ્રયોગ હોવાથી ત્રણે વિકલ્પનો સંભવ છે.
વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ શરીર અપ્રતિધાનિ છે. તે શરીરનો કોઇના દ્વારા વિનાશ થઈ શકતો નથી. તેથી વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યણ શરીરની અપેક્ષાએ જીવને કદાચિત્ ત્રણ ક્રિયા અને કદાચિત્ ચાર ક્રિયા લાગે છે અને વીતરાગની અપેક્ષાએ ક્યારેક અક્રિય પણ હોય છે. પરંતુ પાંચ ક્રિયા લાગતી નથી, કારણ કે વૈક્રિય આદિ ચાર શરીરોની અપેક્ષાએ પાંચમી પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી.
શંકા :– નૈયિક જીવ અધોલોકમાં છે અને આહારક શરીર મનુષ્યલોકમાં હોય છે, તો નૈયિક જીવને આહારક શરીરની અપેક્ષાએ ક્રિયા કઈ રીતે લાગે ?
સમાધાન ઃ– નૈરયક જીવે પોતાના પૂર્વભવના ઔદારિક શરીરને વોસિરાવ્યું નથી અર્થાત્ વિવેકપૂર્વક ત્યાગ કર્યો નથી. તેનું ભૂતપૂર્વ શરીર જ્યાં સુધી શરીર પરિણામનો સર્વથા ત્યાગ ન કરે, ત્યાં સુધી તે શરીર અને તેના અવયવોથી પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ‘ઘુતઘટ’ ન્યાયથી(પૂર્વે જેમાં ઘી ભર્યું હોય તે ઘટ વર્તમાને ખાલી હોવા છતાં તેને ઘીનો ઘડો કહેવાય તેમ) તે શરીર તેનું જ કહેવાય છે. તેથી મનુષ્ય