________________
૧૫૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
वेउव्वियसरीरेण वि चत्तारि दंडगा भाणियव्वा, णवरं पंचमकिरिया ण भण्णइ, सेसं तं चेव । एवं जहा वेउव्वियं तहा आहारगं पि, तेयगं पि, कम्मगं पि भाणियव्वं; एक्कक्के चत्तारि दंडगा भाणियव्वा जाव वेमाणिया णं भंते ! कम्मगसरीरेहिंतो कइकिरिया ? गोयमा! तिकिरिया वि, चउकिरिया वि ॥ તેવું મંતે ! તેવું અંતે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! એક નૈરયિક જીવને, અન્ય એક જીવના વૈક્રિય શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત ચાર ક્રિયા લાગે છે. આ રીતે વૈમાનિક પર્યત કહેવું જોઈએ, પરંતુ મનુષ્યનું કથન ઔવિક જીવની સમાન કરવું જોઈએ. જે રીતે ઔદારિક શરીરના ચાર દંડક (સૂત્રાલાપક) કહ્યા, તે રીતે વૈક્રિય શરીરના પણ ચાર સૂત્રાલાપક કહેવા જોઈએ પરંતુ તેમાં પાંચમી ક્રિયાનું કથન ન કરવું જોઈએ. શેષ સર્વ કથન ઔદારિક શરીરની જેમ કરવું જોઈએ.
જે રીતે વૈક્રિય શરીરનું કથન કર્યું છે, તે રીતે આહારક, તૈજસ અને કાર્મણ શરીરનું પણ કથન કરવું જોઈએ. પ્રત્યેકના ચાર ચાર દંડક(સૂત્રાલાપક) કહેવા યાવત્ હે ભગવન્! વૈમાનિક દેવને કાર્પણ શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
હે ગૌતમ!ત્રણ ક્રિયા અથવા ચાર ક્રિયા લાગે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. I હે ભગવનું ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જીવોને અન્ય જીવોના શરીરના નિમિત્તથી લાગતી ક્રિયાઓનું નિરૂપણ છે. કિયાના પાંચ પ્રકાર :- (૧) કાયિકી ક્રિયા- શરીરના સુક્ષ્મ સંચારથી લાગતી ક્રિયા. (૨) અધિકરણિકી ક્રિયા- શરીરના બાહ્ય સૂક્ષ્મ સંચારથી લાગતી ક્રિયા. (૩) પ્રાàષિકી ક્રિયા- સૂક્ષ્મ કષાયોના અસ્તિત્વથી લાગતી ક્રિયા, (૪) પારિતાપનિકી ક્રિયા- અન્યના શરીરને કષ્ટ પહોંચાડવાથી લાગતી ક્રિયા. (૫) પ્રાણાતિપાતિકી ક્રિયા- જીવહિંસાથી લાગતી ક્રિયા
જ્યારે એક જીવ, અન્ય પૃથ્વીકાયાદિ જીવના શરીર પ્રત્યે કાયાનો વ્યાપાર કરે છે, ત્યારે તેને કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી આ ત્રણ ક્રિયા લાગે છે કારણ કે સરાગી જીવની કાયા અધિકરણરૂપ અને પ્રદ્વેષયુક્ત હોય છે. તેથી સરાગી જીવોને કાયિકી ક્રિયાના સદ્ભાવમાં અધિકરણિકી અને પ્રાષિકી બંને ક્રિયા અવશ્ય લાગે છે. અધિકરણિકી અને પ્રાષિકી ક્રિયાના સદુભાવમાં કાયિકી ક્રિયા અવશ્ય લાગે છે. આ રીતે આ ત્રણે ક્રિયાઓને પરસ્પર અવિનાભાવ સંબંધ છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે– નર્સ जीवस्स काइया किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया णियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ तस्स वि काइया किरिया णियमा कज्जइ ।