________________
૧૫૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક જીવને, એક દારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. १९ असुरकुमारे णं भंते ! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! एवं चेव, एवं जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । ભાવાર્થ - પ્રશ્ર–હે ભગવન્! એક અસુરકુમારને એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! અસુરકુમારને પણ નૈરયિકની જેમ કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા અને કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે. તે જ રીતે વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ, પરંતુ મનુષ્યનું કથન ઔધિક જીવની સમાન જાણવું જોઈએ. અર્થાત્ તેને ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે અને તે અક્રિય પણ હોય છે. २० जीवेणं भंते ! ओरालियसरीरेहिंतो कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए जाव सिय अकिरिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! એક જીવને અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયા, કદાચિત્ ચાર ક્રિયા, કદાચિત્ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય-ક્રિયા રહિત પણ હોય છે. |२१ णेरइए णं भंते ! ओरालियसरीरेहितो कइकिरिए ? एवं एसो जहा पढमो दंडओ तहा इमो वि अपरिसेसो भाणियव्वो जाव वेमाणिए, णवरं मणुस्से जहा जीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નૈરયિક જીવને, અન્યના અનેક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પ્રથમ દંડકમાં કહ્યું છે, તે રીતે વૈમાનિક પર્યત સર્વ દંડકો કહેવા જોઈએ, પરંતુ મનુષ્યોનું કથન ઔધિક જીવોની જેમ કરવું જોઈએ. २२ जीवा णं भंते ! ओरालियसरीराओ कइकिरिया ? गोयमा ! सिय तिकिरिया जाव सिय अकिरिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવને, એક ઔદારિક શરીરની અપેક્ષાએ કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર– હે ગૌતમ! કદાચિતુ ત્રણ ક્રિયા, કદાચિત ચાર ક્રિયા અને કદાચિતુ પાંચ ક્રિયા લાગે છે તથા કદાચિત્ અક્રિય હોય છે.