________________
૧૫૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(ગૌતમ) હા ભગવન્! ઉપાડાતું ઉપાડ્યું, નાંખતા નંખાયું અને રંગતા રંગાયું એ પ્રમાણે કહી શકાય છે.
(ભગવાન) હે ગૌતમ ! આ રીતે જે સાધુ અથવા સાધ્વી આલોચના કરવા માટે તૈયાર થયા છે, તે આરાધક થાય છે, વિરાધક નહીં” – તે પ્રમાણે કહેવાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અકૃત્યસેવી પરંતુ સાવધાન તથા ક્રમશઃ સ્થવિરો અને પ્રવર્તિની સમીપે આલોચનાદિને માટે તૈયાર થયેલા સાધુ-સાધ્વીની આરાધકતાનું દષ્ટાંત સહિત નિરૂપણ કર્યું છે.
કોઈ પણ સાધુ-સાધ્વી ગૌચરીને માટે જતાં, ચંડિલભૂમિ કે સ્વાધ્યાયભૂમિમાં જતાં ગ્રામાનુગ્રામ વિચરણ કરતાં, મૂળગુણ દોષરૂપ અકૃત્યનું સેવન કરે, પરંતુ તત્કાલ સાવધાન બની, વિચારપૂર્વક સ્વયં તેની આલોચનાદિ કરી શુદ્ધ બની જાય. તત્પશ્ચાત્ પોતાના ગુરુની સમીપે આલોચનાદિને માટે પ્રસ્થાન કરે છે, પરંતુ યોગાનુયોગ ત્યાં પહોંચતાં પહેલાં જ (૧) ગુરુજન મૂક થઈ જાય, (૨) કાળધર્મ પામી જાય (૩) સ્વયં મૂક થઈ જાય કે (૪) સ્વયં કાલધર્મ પ્રાપ્ત કરે અથવા પહોંચ્યા પછી પણ આ ચાર અવસ્થાઓમાંથી કોઈ પણ એક અવસ્થાને પ્રાપ્ત કરે. (આ રીતે સૂત્રોક્ત આઠ પરિસ્થિતિમાંથી કોઈપણ એક પરિસ્થિતિ સર્જાય)તો તે સાધુ કે સાધ્વી આરાધક છે વિરાધક નથી કારણ કે તે સાધુ-સાધ્વીના આલોચનાદિના પરિણામ વિશુદ્ધ છે અને તેના માટે તે ઉધત પણ થઈ ગયા છે. તેથી 'વનમાળે નિE ઇત્યાદિ ભગવાનના સિદ્ધાંતાનુસાર તે આરાધક થાય છે.
તે વિષયને સ્પષ્ટ કરવા માટે પ્રભુએ ઊન, સણ, કપાસ આદિ તંતુઓને છેદતાં છેટાયું, અગ્નિમાં નાંખતાં નંખાયું, બાળતાં બળ્યું તથા ધોયેલા વસ્ત્રને રંગમાં નાખતા રંગાયું વગેરે દષ્ટાંત આપ્યા છે. આરાધક-વિરાધક:- પોતાના દુષ્કૃત્યોની આલોચના, નિંદા, પ્રાયશ્ચિત્ત આદિ કરીને, શુદ્ધ આત્મભાવમાં સ્થિર થવું તે જ મોક્ષમાર્ગની આરાધના છે. મોક્ષમાર્ગની આરાધના કરનાર આરાધક છે અને મોક્ષમાર્ગની વિરાધના કરનાર વિરાધક છે. પ્રસ્તુત સૂત્રોમાં સાધક આલોચના માટે ઉદ્યમવંત થઈ ગયા છે. તે ભાવવિશુદ્ધિના કારણે આરાધક છે. દીપક આદિમાં અગ્નિ બળવાનું નિરૂપણ - | १५ पईवस्स णं भंते ! झियायमाणस्स किं पईवे झियाइ, लट्ठी झियाइ, वत्ती झियाइ, तेल्ले झियाइ, दीवचंपए झियाइ, जोई झियाइ?
गोयमा ! णो पईवे झियाइ जाव णो दीवचंपए झियाइ, जोई झियाइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બળતા દીપકમાં શું બળે છે, શું દીપક બળે છે, દીપયષ્ટિ-દીવેટ બળે છે, તેલ બળે છે, દીપચંપક-દીપકનું ઢાંકણ બળે છે કે અગ્નિ બળે છે?