________________
શતક-૮: ઉદ્દેશક
૧૫૩]
પાસે પહોંચતાં પહેલાં જ તે પ્રવર્તિની વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! શું તે સાધ્વી આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર-હે ગૌતમ!તે સાધ્વી આરાધક થાય છે, વિરાધક થતી નથી. જે રીતે સાધુના ત્રણ સૂત્રાલાપક (સૂત્રો) કહ્યા છે, તે જ રીતે સાધ્વીના પણ ત્રણ સૂત્રાલાપક કહેવા જોઈએ. યાવતું આરાધક થાય છે, વિરાધક થતી નથી. (વિશેષતા એ છે કે “સ્થવિર’ શબ્દના સ્થાને પ્રવર્તિની શબ્દનો પ્રયોગ કરવો જોઈએ.) १४ से केणटेणं भंते ! एवं वुच्चइ- आराहए, णो विराहए ?
गोयमा ! से जहाणामए- केइ पुरिसे एगं महं उण्णालोमं वा, गयलोमं वा, सणलोमं वा, कप्पासलोमं वा, तणसूयं वा दुहा वा तिहा वा संखेज्जहा वा छिदित्ता अगणिकायंसि पक्खिवेज्जा, से णूणं गोयमा ! छिज्जमाणे छिण्णे, पक्खिप्पमाणे पक्खित्ते, दज्झमाणे दड्ढे त्ति वत्तव्वं सिया ?
हंता भगवं ! छिज्जमाणे छिण्णे जाव दड्डे त्ति वत्तव्वं सिया ।
से जहा वा केइ पुरिसे वत्थं अहयं वा धोयं वा, तंतुग्गयं वा मंजिट्ठादोणीए पक्खिवेज्जा, से णूणं गोयमा ! उक्खिप्पमाणे उक्खित्ते, पक्खिप्पमाणे पक्खित्ते, रज्जमाणे रत्तेत्ति वत्तव्वं सिया ?
हंता भगवं ! उक्खिप्पमाणे उक्खित्ते जाव रत्तेति वत्तव्वं सिया । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- आराहए णो विराहए । શબ્દાર્થ - ૩૪Mોનું ઊનના રોમ યજ્ઞોમ = હાથીના રોમ બદલ્યું = અક્ષત, અખંડ, નવા ૩જિલ્લખન = નાંખતાં. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે આરાધક થાય છે, વિરાધક થતા નથી?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ ઘેટાના વાળ, હાથીના વાળ કે સણના તંતુ, કપાસના તંતુ તથા તૃણ, આ સર્વના બે, ત્રણ યાવતુ સંખ્યાત ટૂકડા કરીને અગ્નિમાં નાખે, તો હે ગૌતમ! તે છેદતાં છેદાઈ ગયા અને અગ્નિમાં નાંખતા નંખાઈ ગયા, બાળતાં બળી ગયા–એમ કહેવાય છે?
(ગૌતમ) હા, ભગવનું ! તે છેદતાં છેદાઈ ગયા, નાંખતા નંખાઈ ગયા, બાળતા બળી ગયા, તે પ્રમાણે કહેવાય છે.
(ભગવાન) અથવા કોઈ પુરુષ, નવીન અથવા ધોયેલા અથવા યંત્રમાંથી તરત જ કાઢેલા વસ્ત્રને મજીઠીયા રંગના પાત્રમાં નાખે, તો હે ગૌતમ ! શું ઉપાડાતું તે કપડું ઉપાડ્યું, નાખતા નંખાયું અને રંગતા રંગાયું–આ પ્રમાણે કહી શકાય છે?