________________
श्री भगवती सूत्र -उ
પહેલાંના ચાર આલાપક કહ્યા, તે જ રીતે સ્થવિરોની પાસે પહોંચેલા મુનિના ચાર આલાપક કહેવા જોઈએ. १२ णिग्गंथेण य बहिया वियारभूमिं वा विहारभूमिं वा णिक्खतेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि; एवं एत्थ वि ते चेव अट्ठ आलावगा भाणियव्वा जाव णो विराहए ।
णिग्गंथेण य गामाणुगामं दुइज्जमाणेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि; एत्थ वि ते चेव अट्ठ आलावगा भाणियव्वा जाव णो विराहए ।
૧૫૨
ભાવાર્થ :- કોઈ મુનિ સ્થંડિલ ભૂમિ કે સ્વાધ્યાયભૂમિ તરફ જતા, તેના દ્વારા અકાર્યનું સેવન થઈ જાય, પછી તેના મનમાં આ પ્રકારનો વિચાર ઉત્પન્ન થાય કે, “પ્રથમ હું સ્વયં અહીં જ આ અકાર્યની આલોચના આદિ કરું” ઇત્યાદિ પૂર્વવત્ સંપૂર્ણ વર્ણન કરવું જોઈએ. પૂર્વોક્ત પ્રકારે સંપ્રાપ્ત અને અસંપ્રાપ્ત બંનેના આઠ આલાપક કહેવા જોઈએ. તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. ત્યાં સુધી કહેવું જોઈએ.
ગ્રામાનુગ્રામ વિચરતા કોઈ મુનિ દ્વારા અકાર્યનું સેવન થઈ જાય, તો તેના પણ આ પ્રકારે આઠ આલાપક જાણવા જોઈએ. તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી; ત્યાં સુધી કહેવું જોઈએ.
| १३ णिग्गंथीए य गाहावइकुलं पिंडवायपडियाए अणुपविट्ठाए अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए; तीसे णं एवं भवइ - इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि जाव तवोकम्मं पडिवज्जामि, तओ पच्छा पवत्तिणीए अंतियं आलोएस्सामि जाव तवोकम्मं पडिवज्जिस्सामि ।
सा य संपट्ठिया असंपत्ता पवत्तिणी य अमुहा सिया, सा णं भंते! किं आराहिया, विराहिया ?
गोयमा ! आराहिया, जो विराहिया । एवं जहा णिग्गंथस्स तिण्णि गमा भणिया एवं णिग्गंथीए वि तिण्णि आलावगा भाणियव्वा जाव आराहिया, णो विराहिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- કોઈ સાધ્વી ગૌચરીને માટે ગૃહસ્થને ઘેર ગઈ. ત્યાં તેના દ્વારા કોઈ અકૃત્યનું સેવન થઈ ગયું, તત્ત્પશ્ચાત્ તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે, “પહેલા હું આ અકૃત્ય સ્થાનની આલોચના આદિ કરીને, તપકર્મનો સ્વીકાર કરું, ત્યાર પછી પ્રવર્તિની પાસે આલોચના કરીશ યાવત્ તપકર્મનો સ્વીકાર કરીશ” આ પ્રકારે વિચાર કરીને તે સાધ્વી પ્રવર્તિનીની પાસે જવા માટે નીકળી. પ્રવર્તિનીની