________________
શતક-૮: ઉદ્દેશક
૧૫૧
ભાવાર્થ :- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિએ સ્વયં આલોચનાદિ કરી લીધી, પછી સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતા પહેલાં જ તે સ્વયં વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. |९ से य संपट्ठिए असंपत्ते थेरा य कालं करेज्जा, से णं भंते ! किं आराहए, विराहए?
गोयमा ! आराहए, णो विराहए । ભાવાર્થ:- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ, સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તે સ્થવિર મુનિ કાલધર્મને પ્રાપ્ત કરે, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર– ગૌતમ ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. १० से य संपढिए असंपत्ते, अप्पप्णा य पुव्वामेव कालं करेज्जा; से णं भंते ! किं आराहए, विराहए ?
गोयमा ! आराहए, णो विराहए । ભાવાર્થ - પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ, સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા, પરંતુ ત્યાં પહોંચતાં પહેલાં જ તે સ્વયં કાલધર્મને પ્રાપ્ત કરે, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે મુનિ આરાધક થાય છે, વિરાધક થતા નથી. ११ से य संपट्ठिए संपत्ते, थेरा य अमुहा सिया; से णं भंते! किं आराहए विराहए?
गोयमा ! आराहए, णो विराहए । से य संपट्ठिए संपत्ते, अप्पणा य अमुहा सिया, एवं संपत्तेण वि चत्तारि आलावगा भाणियव्वा जहेव असंपत्तेण । ભાવાર્થ:- પ્રશ્ન- ઉપર્યુક્ત અકાર્યનું સેવન કરનાર મુનિ સ્વયં આલોચનાદિ કરીને, સ્થવિર મુનિઓની પાસે આલોચના કરવા માટે નીકળ્યા અને તે ત્યાં પહોંચી ગયા, તત્પશ્ચાત્ તે સ્થવિર મુનિ વાત આદિ દોષના કારણે મૂક થઈ જાય, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય છે કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ! તે આરાધક થાય છે, વિરાધક થતા નથી. જે રીતે સ્થવિરોની પાસે પહોંચતાં