________________
૧૫૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
દૂરાવગાઢ- જે ભૂમિ ઓછામાં ઓછી ચાર અંગુલ નીચે સુધી અચિત્ત હોય. (૮) અનાસક્સ- જ્યાં ગામ બાગ-બગીચા, રહેઠાણ આદિ નિકટ ન હોય. (૯) બિલવર્જિત- જ્યાં ઉંદર આદિના બિલ ન હોય. (૧૦) ત્રસ પ્રાણી અને બીજ રહિત- જ્યાં બેઇન્દ્રિયાદિ ત્રસ પ્રાણી, ઘઉં આદિ બીજ ન હોય. આ દશ વિશેષણોથી યુક્ત ભૂમિમાં સાધુ ઉચ્ચાર-પ્રસવણ આદિ કોઈ પણ પદાર્થ પરઠે.
આરાધકતા વિરાધકતાની વિચારણા :| ७ णिग्गंथेण य गाहावइकुलं पिंडवायपडियाए पविटेणं अण्णयरे अकिच्चट्ठाणे पडिसेविए, तस्स णं एवं भवइ- इहेव ताव अहं एयस्स ठाणस्स आलोएमि, पडिक्कमामि, जिंदामि, गरिहामि, विउट्टामि, विसोहेमि, अकरणयाए अब्भुटेमि, आहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जामि; तओ पच्छा थेराणं अंतिअं आलोए स्सामि जाव तवोकम्मं पडिवज्जिस्सामि । से य संपट्ठिए, असंपत्ते थेरा य पुव्वामेव अमुहा सिया, से णं भंते ! किं आराहए, विराहए ?
गोयमा ! आराहेए, णो विराहए । શબ્દાર્થ – વિવટ્ટાને અત્યસ્થાન-મૂળગુણાદિમાં દોષ સેવનરૂપ અકૃત્યવિઠ્ઠમ તોડી નાખુ અર્થાત્ તેના અનુબંધનું છેદન કરું વિલોમ = વિશુદ્ધ કરું ભુમિ = તત્પર બનું હારિ૪ = યથોચિત સંપટ્ટિ= રવાના થઈ જાય અમુહ = મૂક થઈ જાય અર્થાત્ જેની વાચા બંધ થઈ ગઈ હોય તે. ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! કોઈ સાધુગૃહસ્થના ઘેર ગૌચરી ગયા હોય, ત્યાં તે સાધુ દ્વારા અકૃત્યનું (મૂળ ગુણાદિ દોષનું) સેવન થઈ જાય અને તત્ક્ષણ તેના મનમાં વિચાર ઉત્પન્ન થાય કે “પ્રથમ હું અહીં જ આ અકૃત્ય સ્થાનની આલોચના, પ્રતિક્રમણ, નિંદા અને ગહ કરું, તેના અનુબંધનું છેદન કરું, તેનાથી વિશુદ્ધ બનું, ભવિષ્યમાં તેવા કૃત્યો ન કરવાની પ્રતિજ્ઞા કરું, તથા યથોચિત વપરૂપ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કરું, ત્યાર પછી હું અહીંથી જઈને સ્થવિર મુનિઓની સમીપે આલોચના આદિ કરીશ, યથોચિત તપકર્મનો સ્વીકાર કરીશ”, આ પ્રમાણે વિચાર કરીને, તે મુનિ, સ્થવિર મુનિઓ પાસે જવા માટે નીકળે, તે સ્થવિર મુનિઓની પાસે પહોંચતા પહેલા જ તે સ્થવિર મુનિ વાત આદિ દોષના પ્રકોપથી મૂક થઈ જાય (અવાચક થઈ જાય) અને તે કારણે તે પ્રાયશ્ચિત આપી શકે નહીં, તો હે ભગવન્! તે મુનિ આરાધક થાય કે વિરાધક?
ઉત્તર- હે ગૌતમ ! તે આરાધક થાય છે, વિરાધક થતા નથી. ८ से य संपट्ठिए असंपत्ते अप्पणा य पुव्वामेव अमुहे सिया, से णं भंते ! किं आराहए, विराहए?
गोयमा ! आराहए, णो विराहए ।