________________
શતક-૮: ઉદ્દેશક
૧૪૯ ]
બીજું પાત્ર સ્થવિર મુનિઓને આપજો.” તો તે બંને પાત્ર ગ્રહણ કરીને, પોતાના સ્થાન પર આવે. ત્યાર પછીનું સંપૂર્ણ વર્ણન પૂર્વવતુ જાણવું. તે બીજા પાત્રનો ઉપયોગ સ્વયં ન કરે, અન્યને પણ તે પાત્ર ન આપે, પરંતુ તેને પરઠી દે. આ રીતે ત્રણ, ચાર યાવત્ દસ પાત્ર સુધીનું કથન પૂર્વોક્ત પિંડની સમાન કહેવું જોઈએ.
જે રીતે પાત્રની વક્તવ્યતા કહી છે, તે જ રીતે ગોચ્છગ, રજોહરણ, ચોલપટ્ટક, કંબલ, દંડ અને સસ્તારક-પથારીની વક્તવ્યતા કહેવી જોઈએ યાવત દસ સંસ્મારક વહોરાવે અને સ્થવિરમુનિ ન મળે તો પરઠી દે, ત્યાં સુધી કહેવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત ત્રણ સૂત્રોમાં ગૃહસ્થ દ્વારા સાધુને અપાયેલા આહાર પિંડ, પાત્ર આદિના ઉપભોગની વિધિ પ્રદર્શિત કરી છે.
ગૃહસ્થ આહાર તેમજ કોઈ પણ ઉપધિ જેના ઉદ્દેશ્યથી જેટલી સંખ્યામાં વહોરાવી હોય તે પ્રમાણે જ મનિ તેનો ઉપભોગ કરે. ગૃહસ્થ જેના ઉદ્દેશ્યથી વહોરાવી હોય, તે વસ્તુ તે મુનિઓને તે આપી દે. જો તે સ્થવિર મુનિ આદિ મળે નહીં, તો પણ તેનો ઉપભોગ સ્વયં કરે નહીં, પરંતુ પરઠી દે, આ વિધિમાં સાધુના ત્રીજા મહાવ્રતની સુરક્ષા છે. ગૃહસ્થની આજ્ઞા વિના જો સ્વયં કોઈ પણ પદાર્થ ભોગવે તો તે એક પ્રકારની ચોરી છે. તેનું ત્રીજું મહાવ્રત દૂષિત થાય છે અને ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે. પરિષ્ઠાપન વિધિઃ- કોઈ પણ વસ્તુને સ્પંડિલ ભૂમિમાં પરઠવા માટે મૂળ પાઠમાં સ્થડિલ ભૂમિના ચાર વિશેષણ પ્રયુક્ત છે. એકાંત-વસ્તીથી દૂર, અનાપાત-આવાગમનરહિત, અચિત્ત અને બહુ પ્રાસુ-વિસ્તૃત. આ પ્રકારની ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જન કરીને પરઠવું જોઈએ. સૂત્રોક્ત વિધિના પાલનમાં સાધુ જીવનની મર્યાદા અને સંયમની સુરક્ષા છે. ઉત્તરાધ્યન સૂત્ર અ. ૨૬માં વડીનીત (મળમૂત્ર) પરઠવાની મુખ્યતાએ દશ વિશેષણ યુક્ત સ્થંડિલભૂમિનું વર્ણન છે. યથા
अणावायमसंलोए, परस्सणुवघाइए । समे अझुसिरे यावि, अचिरकालकयम्मि य ॥२॥ वित्थिण्णे दूरमोगाढे, णासण्णे बिलवज्जिए ।
तसपाण बीयरहिए, उच्चाराईणि वोसिरे ॥३॥ (૧) અનાપાત-અસંલોક- જ્યાં સ્વપક્ષ, પરપક્ષના લોકોનું આવાગમન ન હોય, તેમજ દષ્ટિપાત પણ ન હોય. (૨) અનુપઘાતક- જ્યાં પરઠવાથી કોઈને અણગમો થતો ન હોય, (૩) સમભૂમિ ઉબડ ખાબડ ન હોય પરંતુ સમતલ હોય. (૪) અશુષિર- પોલાણ યુક્ત ભૂમિ ન હોય. (૫) અચિરકાલકૃત– જે ભૂમિ અલ્પ સમય પહેલા જ દાહ આદિથી અચિત્ત થઈ ગઈ હોય. અચિત્ત થયાને ઘણો લાંબો સમય થઈ જાય તો તે ભૂમિ પુનઃ સચિત્ત થઈ જાય છે. () વિસ્તીર્ણજે ભૂમિ ઓછામાં ઓછી એક હાથ લાંબી પહોળી હોય. અર્થાત્ સાંકડી જગ્યાએ પરઠવાથી દોષની સંભાવના છે. (૭)