________________
૧૪૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
એક પિંડ આપ ભોગવજો અને બીજો પિંડ સ્થવિરોને આપજો.” તે મુનિ બંને પિંડ ગ્રહણ કરીને, પોતાના સ્થાને આવે, ત્યાં આવીને સ્થવિર મુનિઓની ગવેષણા કરે. ગવેષણા કરતાં તે સ્થવિર મુનિ મળી જાય, તો તે પિંડ તેને આપી દે અને ગવેષણા કરવા છતાં, જો તે સ્થવિર મુનિ ન મળે, તો તે પિંડ સ્વયં ન ભોગવે અને અન્યને પણ ન આપે. પરંતુ એકાન્ત અને આવાગમન રહિત, અચિત્ત, બહુ પ્રાસુક Úડિલ ભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને ત્યાં પરઠી દે, | ५ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविलु केइ तिहिं पिंडेहिं उवणिमंतेज्जा- एगं आउसो ! अप्पणा भुंजाहि, दो थेराणं दलयाहि; से य पडिग्गाहेज्जा थेरा य से अणुगवेसियव्वा, सेसं तं चेव जाव परिट्ठवियव्वा सिया, एवं जाव दसहिं पिंडेहिं उवणिमंतेज्जा; णवरं एगं आउसो ! अप्पणा भुंजाहि, णव थेराणं दलयाहि; सेसं तं चेव जाव परिट्ठवियव्वे सिया । ભાવાર્થ:- કોઈ સાધુ, ગૃહસ્થના ઘેર ગૌચરી જાય, ત્યાં ગૃહસ્થ તેને ત્રણ આહાર પિંડ(ત્રણ રોટલી કે ત્રણ લાડવા આદિ પદાર્થ) વહોરાવે અને કહે કે “હે આયુષ્યમાન્ શ્રમણ ! આ ત્રણ પિંડમાંથી એક પિંડ આપ ભોગવજો અને અન્ય બે પિંડ સ્થવિર મુનિઓને આપજો.” મુનિ તે પિંડ લઈને પોતાના સ્થાને જાય. ત્યાં આવીને સ્થવિર મુનિઓની ગવેષણા કરે. જો તે મળે, તો બે પિંડ તેને આપી દે, જો તે ન મળે, તો તે બે પિંડને સ્વયં ભોગવે નહીં, અન્યને આપે નહીં, પરંતુ પૂર્વોક્ત વિશેષણ યુક્ત સ્થંડિલભૂમિની પ્રતિલેખના અને પ્રમાર્જના કરીને પરઠી દે.
આ રીતે ચાર, પાંચ, છ યાવતુ દસ પિંડ સુધીના વિષયમાં કથન કરવું જોઈએ. તેમાંથી એક પિંડ સ્વયં ગ્રહણ કરવો અને શેષ નવ પિંડ સ્થવિર મુનિઓને આપવા ઇત્યાદિ કથન કરવું જોઈએ. શેષ સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. સ્થવિર મુનિ ન મળે તો પરઠી દેવું જોઈએ.
६ णिग्गंथं चणंगाहावइ कुलं पिंडवाय पडियाए अणुपविलु केइ दोहिं पडिग्गहेहिं उवणिमंतेज्जा- एग आउसो ! अप्पणा परिभुजाहि, एग थेराणं दलयाहि । से य तं पडिग्गाहेज्जा, तहेव जावतं णो अप्पणा परिभुजेज्जा, णो अण्णेसिंदावए; सेसं तं चेव जाव परिढवियव्वे सिया । एवं जावदसहि पडिग्गहेहिं । ___एवं जहा पडिग्गहवत्तव्वया भणिया तहा गोच्छग-रयहरण-चोलपट्टगकंबल-लट्ठि-संथारगवत्तव्वया य भाणियव्वा जावदसहिं संथारएहिं उवणिमंतेज्जा जाव परिछवियव्वे सिया। ભાવાર્થ - કોઈ સાધુ ગૃહસ્થના ઘેર ગૌચરીને માટે જાય, ત્યાં તે ગૃહસ્થ, તેને બે પાત્ર વહોરાવે અને એ પ્રમાણે કહે- “હે આયુષ્યમ– શ્રમણ ! આ બે પાત્રમાંથી એક પાત્રનો ઉપયોગ આપ સ્વયં કરજો અને