________________
શતક-૮: ઉદ્દેશક-૬
૧૪૭
સાથે દેય પદાર્થની નિર્દોષતા, દાન ગ્રહણ કરનાર વ્યક્તિ અને તે વ્યક્તિનાદાન ગ્રહણના ઉદ્દેશ્ય પર આધારિત છે. તદઉં સમM વા :- જેનાગમોમાં વર્ણિત શ્રમણના વેશ અને ગુણોથી સંપન્ન શ્રમણને તથારૂપના શ્રમણ કહેવાય છે. તેઓ માધુકરી વૃત્તિથી નિર્દોષ આહાર ગ્રહણ કરીને, રત્નત્રયની આરાધના કરે છે. તણાવ અસંગથઃ-ત્રીજા સૂત્રમાં પ્રયુક્ત તથારૂપના અસંયત, અવિરત, આદિ વિશેષણ સંપન્ન જે સાધુનું કથન છે તે મિથ્યાત્વ ભાવિત અન્યતીર્થિક સંન્યાસી વગેરે છે. ખરેખર તે સંયમભાવથી કે વિરતિભાવથી દૂર છે. માટે તેઓને અસંયત, અવિરત કહ્યા છે.
pl-ક્ષળિજો:- પ્રાસુક-નિર્જીવ, અચિત્ત પદાર્થ. અપ્રાસુક-સજીવ, સચિત્ત પદાર્થ. એષણીય = ઉદ્ગમાદિ દોષ રહિત પદાર્થ. અનેષણીય = ઉદ્દમાદિ દોષ યુક્ત પદાર્થ.
લાખેમાણસ -ત્રણે સૂત્રોમાં આ શબ્દ છે. જે ગુરુબુદ્ધિથી, નિર્જરાના લક્ષે કે મોક્ષલાભની દષ્ટિએ દાન દેવાનો સૂચક છે. અભાવગ્રસ્ત, દીન-દુઃખી કે દયનીય વ્યક્તિને દયાભાવથી અપાતા દાન માટે 'હિના' શબ્દ પ્રયોગના સ્થાને નય કે શબ્દ પ્રયોગ થાય છે. પ્રાચીન આચાર્યોનું આ વિષયમાં કથન છે
मोक्खत्थं जं पुण दाणं, तं पइ एसो विहि समक्खाओ ।
अणुकंपादाणं पुण जिणेहिं ण कयाइ पडिसिद्धं ॥ અર્થ– સૂત્રોક્ત પ્રશ્નોત્તરમય વિધિ મોક્ષાર્થ દાન માટે જ કહી છે. પરંતુ અનુકંપાદાનનો જિનેશ્વરોએ ક્યાંય નિષેધ કર્યો નથી.
તાત્પર્ય એ છે કે અનુકંપાદાનના સંબંધમાં આ નિર્જરા વિષયક ચિંતન થતું નથી પરંતુ ત્યાં તો પુણ્યલાભનો વિશેષરૂપે વિચાર થાય છે. કારણ કે તે દાન નવ પ્રકારના પુણ્યનો વિષય બને છે. અન્યને માટે પ્રાપ્ત આહાર વિષયક કર્તવ્ય:| ४ णिग्गंथं च णं गाहावइकुलं पिंडवायपडियाए अणुप्पविटुं केइ दोहिं पिंडेहिं उवणिमंतेज्जा-एगं आउसो ! अप्पणा भुंजाहि, एग थेराणं दलयाहि; से य तं पडिग्गाहेज्जा, थेरा य से अणुगवेसियव्वा सिया, जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेव अणुप्पदायव्वे सिया, णो चेव णं अणुगवेसमाणे थेरे पासिज्जा, तंणो अप्पणा भुंजेज्जा, णो अण्णेसिं दावए; एगंते अणावाए अचित्ते बहुफासुए थंडिल्ले, पडिलेहित्ता पमज्जित्ता परिछवियव्वे सिया । ભાવાર્થ - કોઈ સાધુ ગૃહસ્થના ઘેર આહાર લેવા માટે જાય, ત્યાં તે ગૃહસ્થ બે આહારપિંડ (બે રોટલી કે બે લાડવા આદિ પદાર્થ) વહોરાવે અને એ પ્રમાણે કહે કે- “હે આયુષ્યમાનું શ્રમણ ! આ બે પિંડમાંથી