________________
[ ૧૪૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
વ્યવસાય પણ અનાભી કે અલ્પારંભી હોય છે, તેનું અંતિમ લક્ષ્ય સંપૂર્ણ અહિંસક બનવાનું જ હોય છે.
જ્યાં સુધી સંપૂર્ણ અહિંસક ન બની શકે ત્યાં સુધી જીવન વ્યવહારમાં અનર્થકારી હિંસાનો તેમજ મહારંભજન્ય પંદર પ્રકારના વ્યાપારો-વ્યવસાયોનો તે ત્યાગ કરે છે. આગમ દષ્ટિએ તે શ્રમણોપાસકોનું પાંચમું ગુણ સ્થાન હોય છે. તેથી તેઓની ગતિ માત્ર વૈમાનિક દેવોની જ થાય છે. તેઓ બાર દેવલોક અને નવ લોકાંતિક દેવોમાંથી કોઈ પણ પ્રકારના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અન્ય કોઈ પણ યોનિમાં નારકી, તિર્યંચ કે મનુષ્યમાં તે ઉત્પન્ન થતા નથી.
કર્માદાનના વિસ્તૃત સ્વરૂપ વિવેચન માટે જુઓ શ્રી ઉપાસક દશાંગસૂત્ર– પૃષ્ટ ૪૩. દેવલોકના ચાર પ્રકાર:१४ कइविहा णं भंते ! देवलोगा पण्णत्ता ?
गोयमा ! चउव्विहा देवलोगा पण्णत्ता, तं जहा- भवणवासी, वाणमंतरा, जोइसिया, वेमाणिया । सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવલોકના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! દેવલોકના ચાર પ્રકાર છે, યથા– ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક.
તે શતક-૮/પ સંપૂર્ણ છે તે