________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૪૧]
भाडीकम्मे, फोडीकम्मे, दंतवाणिज्जे, लक्खवाणिज्जे, केसवाणिज्जे, रसवाणिज्जे, विसवाणिज्जे,जंतपीलणकम्मे, पिल्लंछणकम्मे, दवग्गिदावणया, सर-दह-तलायपरि-सोसणया, असईजणपोसणया।
इच्चेए समणोवासगा सुक्का, सुक्काभिजाइया भवित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति । શબ્દાર્થ:- પુખ શું કહેવું?સુ-શુક્લ, પવિત્ર સુfમના શુક્લાભિજાત, પવિત્રતા પ્રધાન. ભાવાર્થ:- જો આજીવિકોપાસકોને આ પ્રકારના ત્યાગ વ્રત ઇષ્ટ છે, તો પછી જે શ્રમણોપાસક છે, તેનું તો કહેવું જ શું? જે શ્રમણોપાસક છે, તેને આ પંદર કર્માદાન સ્વયં કરવા, અન્ય પાસે કરાવવા અને કરતા હોય તેને અનુમોદન આપવું કલ્પનીય નથી. તે કર્માદાન આ પ્રમાણે છે
(૧) અંગારકર્મ- અગ્નિના આરંભયુક્ત વ્યાપાર, (૨) વનકર્મ- વનસ્પતિના સમારંભજન્ય વ્યાપાર, (૩) શકટકર્મ- વાહનો બનાવવાના વ્યવસાય (૪) ભાડીકર્મ- વાહનો ભાડે ફેરવવાના વ્યાપાર, (૫) સ્ફોટકકર્મ–ભૂમિ ખોદવાના વ્યાપાર, (૬) દંત વાણિજ્ય- હાથી દાંત વગેરે ત્રસ જીવોના અવયવોના વ્યાપાર, (૭) લાક્ષાવાણિજ્ય- લાખ, કેમિકલ્સ, સોડા, મીઠું આદિનો વ્યાપાર, (૮) કેશ વાણિજ્યપશુઓ અથવા પશુઓના વાળનો વ્યાપાર, (૯) રસ વાણિજ્ય- ઘી, તેલ, ગોળ આદિનો વ્યાપાર (૧૦) વિષ વાણિજ્ય-વિષ આદિ મારક પદાર્થો, તેવા સાધનો અથવા શસ્ત્રોના વ્યાપાર (૧૧) યંત્ર પીડનકર્મતેલની ઘાણી, ચરખા, મિલ, પ્રેસ આદિ વ્યવસાય (૧૨) નિલંછનકર્મ– ખસી કરવાનો વ્યાપાર, (૧૩) દાવાનળ સળગાવવા (૧૪) સરોવર, કૂવા, તળાવ આદિને સૂકવવા (૧૫) અસતીજન પોષણતા- વેશ્યા આદિનું પોષણ કરવું, કૂતરા આદિ હિંસક પશુઓ પાળવા.
આ રીતે ઉક્ત વિશેષ પાપકારી વ્યવસાયના ત્યાગી તે શ્રમણોપાસક પવિત્ર, પરમ પવિત્ર થઈને, મૃત્યુના સમયે મૃત્યુ પ્રાપ્ત કરીને, કોઈ પણ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસકના આચારની વિશેષતા પ્રગટ કરી છે. ભગવાન મહાવીરના શ્રાવકો શ્રમણોપાસક કહેવાય છે. શ્રમણોની-તીર્થકરની, સાધુઓની ઉપાસના કરે તે શ્રમણોપાસક. તીર્થકર પણ શ્રમણ કહેવાય છે. યથા-સમને ભાવે મહાવીરે = શ્રમણ ભગવાન મહાવીર. શ્રમણોપાસકોના આચાર-વિચાર :- શ્રાવકો સુદેવ, સુગુરુ અને સદ્ધર્મમાં શ્રદ્ધા કરે છે અને તેમની આજ્ઞા અનુસાર ધર્મનું આચરણ કરે છે. શ્રાવકવ્રતના પૂર્વોક્ત ૪૯ વિકલ્પોમાંથી કોઈ પણ ભંગ દ્વારા વ્રત, નિયમ, સંવર, ત્યાગ, પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરે છે. તેમનું જીવન, જીવન-વ્યવહાર તથા આજીવિકાના