________________
[ ૧૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લાકડી આદિથી હનન કરીને, તલવાર આદિથી કાપીને, શૂળા આદિથી ભેદન કરીને, પાંખ આદિને કાપીને, ચામડી આદિ ઉતારીને અને જીવોને વિનષ્ટ કરીને ખાય છે, આહાર કરે છે.
ઉક્ત હિંસામાં પ્રવૃત્ત આજીવિકા મતની સાધના કરનાર આ બાર આજીવિકોપાસક છે– (૧) તાલ (૨) તાલપ્રલમ્બ (૩) ઉવિધ (૪) સંવિધ (૫) અવવિધ (૬) ઉદય (૭) નામોદય (૮) નર્મોદય (૯) અનુપાલક (૧૦) શંખપાલક (૧૧) અયંપુલ અને (૧૨) કાતરક.
આ બાર આજીવિકોપાસકોના દેવ અરિહંત(સ્વત કલ્પનાથી ગોશાલક અહંત) છે, તેઓ માતાપિતાની સેવા-શઋષા કરે છે અને તેઓ પાંચ પ્રકારના ફળ ખાતા નથી, તે આ પ્રમાણે છે– ઉદુમ્બરના ફળ, વડના ફળ, બોર, શેતૂરના ફળ અને પીપળાના ફળ. તે ઉપરાંત કાંદા, લસણ કંદમૂળના ત્યાગી હોય છે. અનિલંછિત-ખસી નહીં કરેલા અને નાક નહીં વધેલા બળદોથી ખેતી કરનારા અને ત્રસ પ્રાણીઓની હિંસાથી રહિત વ્યાપાર દ્વારા આજીવિકા કરતા જીવનયાપન કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આજીવિકા મતાવલંબી મુખ્ય બાર ઉપાસકોના નામ, તેના મુખ્ય સિદ્ધાંતો તથા આચાર-વિચાર આદિ તથ્થોનું નિરૂપણ છે.
મંખલીપુત્ર ગોશાલકના શિષ્યો આજીવિકોપાસક કહેવાય છે. ગોશાલકના સમયે તેના સેંકડો ઉપાસકો હતા. પરંતુ અહીં આનંદ, કામદેવ આદિ દશ શ્રાવકોના પ્રચલિત નામોના કથનની જેમ તાલ, તાલપ્રલંબ આદિ બાર મુખ્ય ઉપાસકોના નામનું કથન છે.
તેઓ પોતાના મતના પ્રણેતા ગોશાલકને જ અરિહંત સ્વરૂપ દેવ માનતા હતા. માતા-પિતા આદિ ઉપકારીજનો પ્રતિ આદરભાવ રાખતા હતા. તેઓની માન્યતા પ્રમાણે સંસારના સમસ્ત જીવો સચિત્તાહારી છે, તે જીવો કોઈ પણ અન્ય જીવોનું છેદન-ભેદન કરીને આહાર કરી શકે છે. તેઓ ઉંબરા આદિ પાંચ પ્રકારના ફળનો તેમજ કંદમૂળનો ત્યાગ કરે છે. ત્રસ પ્રાણીની હિંસા રહિત અર્થાત્ અલ્પારંભી વ્યાપારથી આજીવિકા ચલાવે છે.
આ રીતે જોતાં જણાય છે કે તેઓની આચાર પ્રણાલી આદર્શભૂત છે પરંતુ તેઓની વિચારધારા, તત્વની સમજણ કે સિદ્ધાંતો એકાંતિક હોવાથી તેઓનો મત યથાર્થ નથી.
શ્રમણોપાસકોની વિશેષતા :१३ एए वि ताव एवं इच्छंति किमंग ! पुण जे इमे समणोवासगा भवंति, जेसिं णो कप्पंति इमाइं पण्णरस कम्मादाणाई सयं करेत्तए वा, कारवेत्तए वा, करतं वा अण्णं समणुजाणेत्तए, तं जहा- इंगालकम्मे, वणकम्मे, साडीकम्मे,