________________
શતક–૮ : ઉદ્દેશક–5
*
★
★
⭑
★
★
૧૪૩
શતક-૮ : ઉદ્દેશક-૬ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં તથારૂપના શ્રમણોને દાન આપવાનું ફળ, સાધુને પ્રાપ્ત આહાર પિંડની ભોગ મર્યાદા, આરાધકતા, વિરાધકતા અને એક જીવને અન્ય જીવથી લાગતી ક્રિયાઓ ઇત્યાદિ વિષયોનું પ્રતિપાદન છે.
તથારૂપના શ્રમણ(સાધુના વેષ અને ગુણ સંપન્ન સાધુ)ને નિર્દોષ આહાર પાણી વહોરાવવાથી એકાંત નિર્જરા થાય છે. કારણ કે તે સંયમ-તપરૂપ નિર્જરાનું નિમિત્ત બને છે.
તથારૂપના શ્રમણને પરિસ્થિતિવશ સદોષ આહાર વહોરાવનાર શ્રાવકને બહુતર નિર્જરા અને અલ્પ પાપકર્મનો બંધ થાય છે.
તથારૂપના અસંયત, અવિરત સાધુને સદ્ગુરુ સમજીને(ગુરુબુદ્ધિએ) સદોષ કે નિર્દોષ આહાર વહોરાવવાથી એકાંત પાપકર્મનો બંધ થાય છે. કારણ કે તેમાં મિથ્યાત્વભાવની પુષ્ટિ થાય છે.
શ્રમણ નિગ્રંથને ગોચરીમાં જે જે પદાર્થ જેના જેના ઉદ્દેશ્યથી પ્રાપ્ત થયાં હોય તે તેણે જ ભોગવવા જોઈએ. અન્ય કોઈ શ્રમણ કે સ્થવિરમુનિને માટે પ્રાપ્ત થયેલો આહાર તે સ્થવિર મુનિને શોધીને આપવો જોઈએ, જો સ્થવિર મુનિ ન મળે તો તેને નિર્દોષ સ્થાનમાં પરઠી દે પરંતુ સ્વયં ન ભોગવે. આ રીતે વસ્ત્ર, પાત્ર, કંબલ, ગુચ્છક આદિ પ્રત્યેક ઉપકરણના વિષયમાં સમજવું જોઈએ. જો આ રીતે ન કરે તો સાધુનું ત્રીજું મહાવ્રત ખંડિત થાય છે, ગૃહસ્થનો વિશ્વાસઘાત થાય છે.
સાધુ કે સાધ્વી કોઈ પણ સ્થાને ગયા હોય, ત્યાં કોઈ દોષનું સેવન થઈ જાય, પછી ભાવથી તે ત્યાં જ આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત કરવાનો દૃઢ સંકલ્પ કરીને, ગુરુ પાસે પહોંચવાનો સંકલ્પ કરે, પરંતુ અંતરાયના ઉદયે ગુરુ પાસે પહોંચતા પહેલાં જ તે ગુરુ કે તે સ્વયં મૂક બની જાય કે કાલ ધર્મ પામી જાય તો પણ તે સાધુ કે સાધ્વી આરાધક બને છે. ‘ચલમાણે ચલિએ'ના સિદ્ઘાંતાનુસાર તેનો આલોચનાનો સંકલ્પ હોવાથી તે આરાધક કહેવાય છે.
એક જીવને અન્ય જીવના શરીરથી ત્રણ, ચાર કે પાંચ ક્રિયા લાગે છે. સકષાયી જીવને કોઈપણ પ્રવૃત્તિથી ઓછામાં ઓછી ત્રણ ક્રિયા અવશ્ય લાગે છે. કારણ કે તેની સકષાયાવસ્થામાં તેની કાયા અધિકરણ ગણાય છે, તેમ જ તેનામાં કષાયનો ભાવવિધમાન છે, તેથી કાયિકી, અધિકરણિકી અને પ્રાàષિકી ત્રણ ક્રિયા લાગે છે, જો તે પ્રવૃત્તિથી અન્ય જીવને પરિતાપ પહોંચે તો પારિતાપનિકી ક્રિયા સહિત ચાર ક્રિયા લાગે છે. અને અન્ય જીવનો ઘાત થાય તો પ્રાણાતિપાતિકી ક્રિયા સહિત પાંચ ક્રિયા લાગે છે.