________________
૧૩૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
एगूणपण्णं भंगा भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વર્તમાનકાલીન સંવર કરતા શ્રાવક શું ત્રિવિધ-ત્રિવિધ સંવર કરે છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રતિક્રમણ સંબંધી ૪૯ ભંગ કહ્યા છે. તે જ રીતે સંવરના વિષયમાં પણ ૪૯ ભંગ કહેવા જોઈએ. १० अणागयं पच्चक्खमाणे किं तिविहं तिविहेणं पच्चक्खाइ, पुच्छा ? गोयमा ! एवं ते चेव भंगा एगूणपण्णं भाणियव्वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ભવિષ્ય કાલના(પ્રાણાતિપાતના) પ્રત્યાખ્યાન કરતા શ્રાવક શું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે છે? ઇત્યાદિ સમગ્ર પ્રશ્ન પૂર્વવત્ કરવા. ઉત્તર- હે ગૌતમ ! પ્રતિક્રમણ સંબંધી જે ૪૯ ભંગ કહ્યા છે, તે ૪૯ ભંગ પ્રત્યાખ્યાનના પણ કહેવા જોઈએ. |११ समणोवासगस्स णं भंते ! पुव्वामेव थूलए मुसावाए अपच्चक्खाए भवइ, से णं भंते ! पच्छा पच्चाइक्खमाणे किं करेइ ?
एवं जहा पाणाइवायस्स सीयालं भंगसयं भणियं, तहा मुसावायस्स वि भाणियव्वं । एवं अदिण्णादाणस्स वि, एवं थूलगस्स मेहुणस्स वि, थूलगस्स परिग्गहस्स वि जाव अहवा करेंतं णाणुजाणइ कायसा । एवं खलु एरिसगा समणोवासगा भवंति, णो खलु एरिसगा आजीविओवासगा भवति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જે શ્રમણોપાસકે પૂર્વે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કર્યા નથી, પરંતુ પાછળથી તે સ્થૂલ મૃષાવાદના પ્રત્યાખ્યાન કરતા શું કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે પ્રાણાતિપાતના વિષયમાં કુલ ૧૪૭ ભંગ (અતીતકાલનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર અને ભવિષ્યકાલના પ્રત્યાખ્યાન તેમ ત્રિકાલના ૪૯ ભંગ કુલ ૪૯૪૩ = ૧૪૭ ભંગ) કહ્યા છે, તે જ રીતે મૃષાવાદના સંબંધમાં પણ ૧૪૭ ભંગ કહેવા જોઈએ.
આ રીતે સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ મૈથુન અને સ્થૂલ પરિગ્રહના વિષયમાં પણ પાપ કરનારને અનુમોદન આપીશ નહીં–કાયાથી, ત્યાં સુધીના ૧૪૭-૧૪૭ ભંગ કહેવા જોઈએ. આ પ્રકારના શ્રમણોપાસક હોય છે પરંતુ આજીવિકોપાસક-ગોપાલકના ઉપાસક આ પ્રકારના હોતા નથી. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં શ્રાવક વ્રત ગ્રહણના વિવિધ વિકલ્પો સાથે તેની વિશાળતાનું દર્શન છે.
કોઈ પણ પાપકારી પ્રવૃત્તિના પ્રત્યાખ્યાન કરનાર વ્યક્તિ પ્રત્યાખ્યાન ગ્રહણ સમયે ભૂતકાલીન પાપોની આલોચના અને નિંદા રૂપે પ્રતિક્રમણ કરે છે અર્થાત તે પાપપ્રવૃત્તિથી પાછો ફરે છે, તે ઉપરાંત