________________
૧૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
(૮) જ્યારે તે એક વિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મન, વચનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, મન, કાયાથી. (૩) સ્વયં પાપ કરતા નથી, વચન, કાયાથી. (૪) બીજા પાસે પાપ કરાવતા નથી, મન, વચનથી (૫) બીજા પાસે પાપ કરાવતા નથી, મન, કાયાથી (૬) બીજા પાસે પાપ કરાવતા નથી, વચન, કાયાથી. (૭) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, વચનથી. (૮) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, કાયાથી. ૯) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, વચન, કાયાથી. (૯) જ્યારે તે એક વિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કાયાથી. (૪) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, મનથી. (૫) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, વચનથી. (૬) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, કાયાથી. (૭) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મનથી. (૮) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, વચનથી (૯) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, કાયાથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં શ્રાવકને માટે અતીતકાલના પ્રતિક્રમણ માટે વિવિધ વિકલ્પો સમજાવ્યા છે. શ્રાવકના વ્રતને સોનાની લગડી સમાન કહ્યા છે. જેમ વ્યક્તિ શક્તિ પ્રમાણે સોનું ખરીદી શકે છે તેમ શ્રાવક પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર વ્રત સ્વીકાર કરી શકે છે. તેથી તેના વિધ-વિધ વિકલ્પો થાય છે. પાપ કરવાના વિવિધ વિકલ્પો છે, તે રીતે તેના પ્રતિક્રમણ(ત્યાગ) કરવાના પણ વિવિધ વિકલ્પો સંભવે છે. કરણ:-પાપ કાર્ય કરવાની પદ્ધતિને કરણ કહે છે. તેના ત્રણ ભેદ છે– (૧) પાપનું કાર્ય સ્વયં કરવું, (૨) અન્ય પાસે કરાવવું (૩) કોઈ કરતા હોય તો તેમાં ખુશ થવું, તેની અનુમોદના કરવી કે તે પદાર્થનો ઉપયોગ કરવો. યોગ :- જીવના પાપ કરવાના સાધનભૂત એવા મન, વચન અને કાયાને યોગ કહે છે.
શ્રાવક ત્રણ કરણ અને ત્રણ યોગમાંથી કોઈ પણ કરણ કે યોગથી પાપ કરતા હોય છે. તેથી તેના પ્રત્યાખ્યાન કે પ્રતિક્રમણ પણ કોઈ કરણ અને યોગથી થઈ શકે છે.
કરણ અને યોગના સંયોગથી નવ કોટિ બને છે. (૧) કરું નહીં મનથી, (૨) કરું નહીં વચનથી, (૩) કરું નહીં કાયાથી, (૪) કરાવું નહીં મનથી, (૫) કરાવું નહીં વચનથી, (૬) કરાવું નહીં કાયાથી, (૭) અનુમોદન કરું નહીં મનથી, (૮) અનુમોદન કરું નહીં વચનથી, (૯) અનુમોદન કરું નહીં કાયાથી. તે નવ કોટિના વિવિધ પ્રકારના જોડાણથી નવ વિકલ્પ અને શ્રાવક વ્રતના ૪૯ ભંગ થાય છે. જેમ કેએક કરણ એક યોગથી(આંક ૧૧નો) ભાગ-૯ :- આંક ૧૧ માં પ્રથમ અંક-૧ કરણનો અને પછીનો અંક-૧ યોગનો બોધક છે. આ રીતે પ્રત્યેક સ્થાને સમજવું જોઈએ.] (૧) કરું નહીં, મનથી (૨) કરું નહીં, વચનથી (૩) કરું નહીં, કાયાથી (૪) કરાવું નહીં, મનથી (૫) કરાવું નહીં, વચનથી (૬) કરાવું નહીં, કાયાથી (૭) અનુમોદન કરું નહીં, મનથી (૮) અનુમોદન કરું નહીં, વચનથી (૯) અનુમોદન કરું નહીં, કાયાથી.