________________
શતક-૮: ઉદ્દેશક-૫
[ ૧૩૫ ]
કરણ, એક યોગથી) પ્રતિક્રમણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે ત્રિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે અથવા ત્રિવિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, આ રીતે યાવતુ અથવા એક વિધ-એક વિધ પ્રતિક્રમણ કરે છે. (૧) જ્યારે તે ત્રિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી, વચનથી અને કાયાથી. (૨) જ્યારે તે ત્રિવિધ–દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે (૧) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી અને વચનથી. (૨) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી અને કાયાથી. (૩) તે સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી અને કાયાથી. (૩) જ્યારે તે ત્રિવિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૪) જ્યારે તે ફિવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે ત્યારે (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન, વચન અને કાયાથી. (૨) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી. (૩) પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી. (૫) જ્યારે તે કિવિધ-દ્વિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન અને વચનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મન અને કાયાથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, વચન અને કાયાથી. (૪) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન અને વચનથી. (૫) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મન અને કાયાથી. (૬) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, વચન અને કાયાથી. (૭) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન અને વચનથી. (૮) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, મન અને કાયાથી. (૯) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, વચન અને કાયાથી. (૬) જ્યારે તે દ્વિવિધ–એક વિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, મનથી. (૨) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, વચનથી. (૩) સ્વયં પાપ કરતા નથી, કરાવતા નથી, કાયાથી. (૪) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, મનથી. (૫) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, વચનથી. (૬) સ્વયં પાપ કરતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૭) પાપ કરાવતા નથી, અનુમોદના કરતા નથી, મનથી. (૮) પાપ કરાવતા નથી, અનુમોદના કરતા નથી, વચનથી. (૯) પાપ કરાવતા નથી, અનુમોદન કરતા નથી, કાયાથી. (૭) જ્યારે તે એકવિધ-ત્રિવિધ પ્રતિક્રમણ કરે છે, ત્યારે– (૧) સ્વયં પાપ કરતા નથી, મન, વચન અને કાયાથી. (૨) અન્ય દ્વારા પાપ કરાવતા નથી, મન, વચન અને કાયાથી. (૩) પાપ કરનારનું અનુમોદન કરતા નથી, મન, વચન અને કાયાથી.