________________
શતક–૮ : ઉદ્દેશક-૪
અલ્પબહુત્વનો આશય :- સર્વથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે કારણ કે તે મિથ્યાત્વી જીવને જ હોય છે, તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી અને અવિરતી સમ્યગ્દષ્ટિને લાગે છે, તેથી પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ અને દેશવિરતિને લાગે છે. તેનાથી આરંભિયા ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ, દેશવિરતિ અને પ્રમત્ત સંપતિને લાગે છે. તેનાથી માયાપ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે કારણ કે તે મિથ્યાત્વી, અવિરતિ, દેશ વિરતિ, પ્રમત્ત સંયત અને અપ્રમત્ત સંયત આદિ સકષાયી સર્વ જીવોને લાગે છે.
|| શતક-૮/૪ સંપૂર્ણ ॥
૧૨૭