________________
૧૨૬ |
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૮ : ઉદ્દેશક-૪ |
ક્રિયા
ક્રિયાઓ અને તેના ભેદ પ્રભેદ:| १ रायगिहे जाव एवं वयासी- कइ णं भंते ! किरियाओ पण्णत्ताओ?
गोयमा ! पंच किरियाओ पण्णत्ताओ, तं जहा- काइया, अहिगरणिया पाओसिया, पारियावणिया, पाणाइवायकिरिया । एवं किरियापदं णिरवसेसं भाणियव्वं जाव सव्व थोवाओ मिच्छादंसणवत्तियाओ किरियाओ, अप्पच्चक्खाणकिरियाओ विसेसाहियाओ, परिग्गहियाओ किरियाओ विसेसाहियाओ, आरंभियाओ किरियाओ विसेसाहियाओ, मायावत्तियाओ किरियाओ विसेसाहियाओ ॥ सेवं भते ! सेवं भते॥ ભાવાર્થ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આ પ્રમાણે કહ્યું
પ્રશ્ન- હે ભગવન્! ક્રિયાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! ક્રિયાઓ પાંચ છે, તે આ પ્રમાણે છે– (૧) કાયિકી (૨) અધિકરણિકી (૩) પ્રાàષિકી (૪) પારિતાપનિકી અને (૫) પ્રાણાતિપાતિકી.
અહીં પ્રજ્ઞાપના સુત્રનું બાવીસમું ક્રિયાપદ સંપૂર્ણ કહેવું જોઈએ યાવત સર્વથી થોડી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા, તેનાથી અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક, તેનાથી પારિગ્રહિક ક્રિયા વિશેષાધિક, તેનાથી આરંભિયા વિશેષાધિક, તેનાથી માયા પ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે, ત્યાં સુધી કહેવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
પ્રસ્તુત ઉદ્દેશકમાં ક્રિયા સંબંધી સંક્ષિપ્ત વર્ણન છે. વિસ્તૃત વર્ણન માટે પ્રજ્ઞાપના સૂત્રના નિર્દેશ છે.
કિયા-કર્મબંધના કારણભૂત ચેષ્ટા-પ્રવૃત્તિને ક્રિયા કહે છે. કાયિકી આદિ ક્રિયાઓનાં સ્વરૂપ માટે જુઓ– ગુરુપ્રાણ આગમ બત્રીસીના શ્રી ઠાણાંગ સૂત્ર સ્થા. ૨, ઉર્દૂ. ૧, પૃષ્ટ ૪૧.