________________
૧૨૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૮ : ઉદ્દેશક-પ
જ સંક્ષિપ્ત સાર છે
આ ઉદેશકમાં સામાયિકમાં સ્થિત શ્રાવકોની પરિગ્રહવૃત્તિ, શ્રાવક વ્રતના ૪૯ ભંગ, આજીવિકોપાસક (ગોશાલક મતાવલંબી)ના આચાર વિચાર અને તેનાથી શ્રમણોપાસકના આચારની વિશિષ્ટતા વગેરે વિષયોનું નિરૂપણ છે. શ્રાવક સામાયિકમાં સ્થિત થાય ત્યારે ધન, સ્ત્રી, પુત્ર, પરિવાર આદિ સર્વનો ત્યાગ કરીને આત્મભાવમાં સ્થિત થઈ જાય છે પરંતુ તેનો ત્યાગ સામાયિકના સમય પૂરતો સીમિત છે. તેણે ધન, પુત્ર પરિવારાદિનો સર્વથા કે જીવનપર્યત ત્યાગ કર્યો નથી, તેનું મમત્વ સર્વથા છૂટયું નથી. તેથી સામાયિક પૂર્ણ થયા પછી તેણે ત્યાગેલા ધન, પુત્ર, પરિવારાદિ તેના જ રહે છે. ખોવાયેલી વસ્તુની તે શોધ કરે તો પોતાની વસ્તુની શોધ કરે છે તેમજ કહેવાય છે.
શ્રાવક ગૃહસ્થ જીવનમાં પોતાની શક્તિ અને સામર્થ્ય અનુસાર પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકે છે. સૂત્રકારે તેના નવ વિકલ્પ અને ૪૯ ભંગ કહ્યા છે.
પાપકારી પ્રવૃત્તિ ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. કરણ ત્રણ છે– કરવું, કરાવવું, અનુમોદના આપવી. યોગ ત્રણ છે– મન, વચન, કાયા. તેનો પરસ્પર સંયોગ કરતાં નવ કોટિ બને છે. યથા(૧) કરું નહીં મનથી, (૪) કરાવું નહીં મનથી, (૭) અનુમોદન કરું નહીં મનથી (૨) કરું નહીં વચનથી (૫) કરાવું નહીં વચનથી, (૮) અનુમોદન કરું નહીં વચનથી (૩) કરું નહીં કાયાથી, (૬) કરાવું નહીં કાયાથી, (૯) અનુમોદન કરું નહીં કાયાથી. આ નવ વિકલ્પના માધ્યમે ૪૯ ભંગ થાય છે.
(૧) ત્રણ કરણ (૪) બે કરણ
(૭) એક કરણ ત્રણ યોગથી ભંગ-૧ ત્રણ યોગથી ભંગ- ૩ ત્રણ યોગથી ભંગ- ૩ (૨) ત્રણ કરણ (૫) બે કરણ
એક કરણ બે યોગથી ભંગ- ૩ બે યોગથી ભંગ- ૯ બે યોગથી ભંગ- ૯ (૩) ત્રણ કરણ () બે કરણ
(૯) એક કરણ એક યોગથી ભંગ- ૩ એક યોગથી ભંગ- ૯ એક યોગથી ભંગ- ૯ ભંગ- ૭ ભંગ૨૧ નંગ
૨૧ આ રીતે કુલ ૭+૧+૨૧ = ૪૯ ભંગ થાય. શ્રાવક આ નવ વિકલ્પના ૪૯ ભંગમાંથી