________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૧૧૯ ]
જ્ઞાન-અજ્ઞાનના પર્યાયોન સમ્મિલિત અલ્પબહત્વ - સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંતગુણા છે કારણ કે વિર્ભાગજ્ઞાનનો વિષય નવમી ગ્રેવેયકથી લઈને નીચે સાતમી નરક સુધી છે અને અસંખ્ય દ્વીપ-સમુદ્રમાં રહેલા કેટલાક રૂપી દ્રવ્યો અને તેની કેટલીક પર્યાયો છે અને તે મન:પર્યવજ્ઞાનના વિષયથી અનંતગુણો છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય સમસ્ત રૂપી દ્રવ્ય અને તેની અસંખ્ય પર્યાય છે, તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય સર્વ રૂપી-અરૂપી દ્રવ્ય અને પર્યાય છે, તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે કારણ કે શ્રુતઅજ્ઞાનને અગોચર કેટલાક પદાર્થોને શ્રુતજ્ઞાન જાણે છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતણા છે કારણ કે તેનો વિષય અનભિલાપ્ય વસ્તુ પણ છે, તેનાથી મતિજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, કારણ કે મતિ અજ્ઞાનને અગોચર કેટલાક પદાર્થોને મતિજ્ઞાન જાણે છે, તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે કારણ કે તે સર્વક્ષેત્રના અને સર્વકાલના સમસ્ત દ્રવ્યો અને તેની સમસ્ત પર્યાયોને જાણે છે.
છે શતક-૮/ર સંપૂર્ણ .