________________
૧૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
ओहिणाण-पज्जवा अणंतगुणा, सुयअण्णाण-पज्जवा अणंतगुणा, सुयणाण-पज्जवा विसेसाहिया, मइअण्णाण-पज्जवा अणंतगुणा, आभिणिबोहियणाण-पज्जवा विसेसाहिया, केवलणाण-पज्जवा अणंतगुणा ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાનના પર્યાય યાવતુ કેવળજ્ઞાનના પર્યાય તથા મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના પર્યાય આ આઠેયમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, તેનાથી વિર્ભાગજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી અવધિજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી શ્રુત અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, તેનાથી શ્રુત જ્ઞાનના પર્યાય વિશેષાધિક છે, તેનાથી મતિ અજ્ઞાનના પર્યાય અનંતગુણા છે તેનાથી આભિનિબોધિકજ્ઞાનના પર્યાય વિશેષાધિક છે અને તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતગુણા છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વીસમા દ્વારની અંતર્ગત જ્ઞાન-અજ્ઞાનના પર્યાય તથા તેના અલ્પબદુત્વની પ્રરૂપણા કરી છે.
પwવા(પર્યાય) :- વ: વિષય | આભિનિબોધિક આદિ જ્ઞાનની ભિન્ન-ભિન્ન અવસ્થાઓના વિશેષ ભેદને 'પર્યાય' કહે છે. અળતા પwવા :- અનંત પર્યાય. (૧) ક્ષયોપશમની વિચિત્રતાથી મતિજ્ઞાન આદિ ચારે ય છાઘસ્થિક જ્ઞાનની અનંત અવસ્થાઓ થાય છે. (૨) મતિજ્ઞાન આદિના વિષયભૂત પદાર્થ અનંત છે. (૩) કેવળજ્ઞાન દ્વારા મતિજ્ઞાન આદિના અનંત અંશ થાય છે. મતિજ્ઞાન આદિના આ અનંત અંશ જ તેના અનંત પર્યાયો છે.
કેવળજ્ઞાનના વિષયભૂત દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પણ અનંત હોવાથી તેના પણ અનંત-અનંત પર્યાયો છે.
પર્યાયોનું અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાનના પર્યાય છે, કારણ કે તેનો વિષય કેવળ મનના પર્યાયો જ છે. તેનાથી અવધિ જ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે અવધિજ્ઞાનનો વિષય સર્વ રૂપી દ્રવ્ય છે અને તે મન:પર્યવજ્ઞાનની અપેક્ષાએ અનંતગુણો છે. તેનાથી શ્રુતજ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય રૂપી-અરૂપી બંને પ્રકારના દ્રવ્ય છે, તે અનંતગુણા છે. તેનાથી આભિનિબોધિક જ્ઞાનના પર્યાય અનંતગુણા છે, કારણ કે તેનો વિષય અભિલાખ-અનભિલાપ્ય બંને પદાર્થો છે. તેનાથી કેવળજ્ઞાનના પર્યાય અનંતણા છે, કારણ કે તેનો વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે.
આ જ રીતે ત્રણે અજ્ઞાનના પર્યાયોની સમીક્ષા કરી લેવી જોઈએ.