________________
[ ૧૧૬]
શ્રી ભગવતી સૂત્ર-૩
સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની છે, કારણ કે મન:પર્યવજ્ઞાન ઋદ્ધિ પ્રાપ્ત સંયતોને જ થઈ શકે છે, તે સર્વથી થોડા હોય છે. તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાતગુણા છે, કારણ કે તે ચારે ગતિઓમાં હોય છે, તેનાથી આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક અને પરસ્પર તુલ્ય છે, કારણ કે અવધિજ્ઞાન રહિત કેટલાક પંચેન્દ્રિય અને કેટલાક વિકલેન્દ્રિય જીવો આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની હોય છે, તે બંને જ્ઞાનનું સાહચર્ય છે તેથી પરસ્પર તુલ્ય છે. તેનાથી કેવળજ્ઞાની જીવો અનંતગુણા છે કારણ કે સિદ્ધો અનંત છે.
અજ્ઞાની અલ્પબહત્વ - ત્રણ અજ્ઞાન યુક્ત જીવોમાં સર્વથી થોડા વિભંગજ્ઞાની છે, કારણ કે વિભંગ જ્ઞાન પંચેન્દ્રિય જીવોમાં જ હોય છે. તેથી મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની બંને પરસ્પર તુલ્ય અને અનંતગુણા છે કારણ કે એકેન્દ્રિયમાં પણ મતિ-શ્રુત અજ્ઞાન હોય છે અને તે જીવો અનંત છે. તે પરસ્પર તુલ્ય છે કારણ કે તે બંને અજ્ઞાનનું સાહચર્ય છે.
જ્ઞાની અને અશાની જીવોનું પરસ્પર સમ્મિલિત અલ્પબદ્ધત્વ- સર્વથી થોડા મન:પર્યવજ્ઞાની, તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાત ગુણા, તેનાથી આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની વિશેષાધિક તથા પરસ્પર તુલ્ય, તેનાથી વિર્ભાગજ્ઞાની અસંખ્યાત ગુણા, કારણ કે સમ્યગ્દષ્ટિ દેવ-નારકો કરતાં મિથ્યાષ્ટિ દેવ-નારકો અસંખ્યાતગુણા છે, તેનાથી કેવળજ્ઞાની અનંતગુણા છે કારણ કે એકેન્દ્રિય જીવોને છોડીને શેષ સર્વ જીવોથી સિદ્ધો અનંતગુણા છે, તેનાથી મતિ અજ્ઞાની-શ્રુત અજ્ઞાની અનંતગુણા છે અને તે પરસ્પર તુલ્ય છે કારણ કે સાધારણ વનસ્પતિકાયિક જીવો પણ મતિ-શ્રુત અજ્ઞાની છે અને તે સિદ્ધથી અનંતગુણા છે.
(૨૦) પર્યાય દ્વાર - ११० केवइया णं भंते ! आभिणिबोहियणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता आभिणिबोहियणाणपज्जवा पण्णत्ता । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આભિનિબોધિક જ્ઞાનના કેટલા પર્યાય છે? ઉત્તર- હે ગૌતમ ! આભિનિબોધિક જ્ઞાનના અનંત પર્યાય છે. १११ केवइया णं भंते ! सुयणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! एवं चेव, एवं जाव केवलणाणस्स । एवं मइअण्णाणस्स सुयअण्णाणस्स य । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શ્રુતજ્ઞાનના કેટલા પર્યાય છે?
ઉત્તર- હે ગૌતમ ! શ્રુતજ્ઞાનના પણ અનંત પર્યાય છે, તે જ રીતે અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનના અનંત પર્યાય છે. તે જ રીતે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનના પણ અનંત પર્યાય છે. ११२ केवइया णं भंते ! विभंगणाणपज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता विभगणाण- पज्जवा पण्णत्ता ।