________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૧૫]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢારમાં અંતરદ્વાર અંતર્ગત જ્ઞાન-અજ્ઞાનના અંતરકાલનું સંક્ષિપ્ત નિરૂપણ છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનનો પરસ્પર અંતરકાલ :- એક વાર જ્ઞાન અથવા અજ્ઞાન ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય અને ફરી તે જ્ઞાન ઉત્પન્ન થાય, તે બંનેની વચ્ચેના કાલને અંતરકાલ કહે છે. અહીં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના અંતરને માટે જીવાભિગમ સૂત્રનો અતિદેશ કર્યો છે.
આભિનિબોધિજ્ઞાનનું અંતર જઘન્ય અંતઃમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ અર્થાત્ કિંચિત જૂન અર્ધ પુગલ પરાવર્તનકાલનું છે, કોઈ જીવ સમકિતનું વમન કરીને નિગોદમાં જાય, ત્યાં અનંતકાલ પસાર કરે, ઉત્કૃષ્ટ અર્ધપુગલ પરાવર્તન કાલ પછી તે સમકિત પામે, તો તે અંતર ઘટી શકે છે. શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનના વિષયમાં પણ તેમજ સમજી લેવું જોઈએ. કેવળજ્ઞાનનું અંતર નથી.
મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાનનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક અધિક ૬૬ સાગરોપમનું છે. કોઈ જીવને મતિ-શ્રુત અજ્ઞાન નાશ પામી મતિ-શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય અને તેની સ્થિતિ અનુસાર છ સાગરોપમ રહે, ત્યાર પછી તે જીવ મતિ-શ્રુત અજ્ઞાનને પ્રાપ્ત થાય છે. તેથી મતિ-શ્રુત અજ્ઞાનનું ઉત્કૃષ્ટ અંતર ૬ સાગરોપમનું થાય છે. વિર્ભાગજ્ઞાનનું અંતર જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનંતકાલ (વનસ્પતિકાલ પ્રમાણ) છે. જ્ઞાન-અજ્ઞાનનું અંતર :શાન-અજ્ઞાન | જઘન્ય |
ઉત્કૃષ્ટ
|
અર્ધ પુગલ પરાવર્તન
ચાર જ્ઞાન કેવળજ્ઞાન મતિ-શ્રુત અજ્ઞાન વિર્ભાગજ્ઞાન
અંતર્મુહૂર્ત અંતર નથી અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
દ સાગરોપમ ઝાઝેરું અનંતકાલ(અર્ધ પુલ પરાવર્તન)
(૧૯) અલ્પબદુત્વ:१०९ अप्पाबहुगाणि तिण्णि जहा बहुवत्तव्वयाए ।
આ સર્વનું અલ્પબદુત્વ(પ્રજ્ઞાપના સૂત્રના તૃતીય) “બહુવક્તવ્યતા” પદ અનુસાર જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અતિદેશપૂર્વક જ્ઞાની-અજ્ઞાનીના અલ્પબદુત્વનું કથન છે. પાંચ જ્ઞાનીનું અલ્પબદુત્વ – પ્રસ્તુતમાં અલ્પબદુત્વ માટે પ્રજ્ઞાપના સૂત્રનો અતિદેશ કર્યો છે. તેમાં