________________
૧૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ - યથા– કોઈ વિર્ભાગજ્ઞાનીને સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિણત થઈ જાય છે, તત્પશ્ચાતુ બીજા સમયે જો તે અવધિજ્ઞાનથી શ્ચત થઈ જાય, મૃત્યુ પામીને મનુષ્ય કે તિર્યંચમાં ઉત્પન્ન થાય તો અવધિજ્ઞાનની સ્થિતિ એક સમયની ઘટી શકે છે.
મતિ, શ્રુત અને અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ દ૬ સાગરોપમ ઝાઝેરી છે, યથા- કોઈ જીવ બે વાર વિજયાદિ વિમાનમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય અથવા ત્રણ વાર અમ્રુત દેવલોકમાં રર સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો ૬૦ સાગરોપમ થાય અને જે અધિકતા કહી છે તે વચ્ચેના મનુષ્ય ભવની સ્થિતિની અપેક્ષાએ જાણવી.
મન:પર્યવજ્ઞાનની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ– મન:પર્યવજ્ઞાનની સ્થિતિ પણ જઘન્ય એક સમયની છે, તેનું કારણ એ છે કે અપ્રમત્ત ગુણસ્થાનમાં સ્થિત કોઈ સંયમી મુનિને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને બીજા જ સમયે નષ્ટ થઈ જાય કે આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તેની એક સમયની જઘન્ય સ્થિતિ ઘટી શકે છે અને તેની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન પૂર્વકોટિ વર્ષની છે, કારણ કે કોઈ પૂર્વકોટિ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય આઠ વર્ષે ચારિત્ર અંગીકાર કરે, ત્યારે તેને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય અને માવજીવન રહે, તો તેનો ઉત્કૃષ્ટ કાલ કિંચિત ન્યૂન પૂર્વકોટિ વર્ષ થાય છે.
અજ્ઞાનીની સ્થિતિકાલ :- મતિ અજ્ઞાની અને શ્રત અજ્ઞાની તે બંનેના સ્થિતિકાલની અપેક્ષાએ ત્રણ પ્રકાર છે- (૧) અનાદિ અપર્યવસિત-અનંત અભવ્યોને હોય છે. (૨) અનાદિ સપર્યવસિત-સાંત ભવ્ય જીવોને હોય છે. (૩) સાદિ સપર્યવસિત સમ્યગુદષ્ટિથી પતિત જીવોને હોય છે. તેમાંથી જે સાદિ સાંત છે તેનો જઘન્ય સ્થિતિકાલ અંતમુહૂર્તનો છે, કારણ કે કોઈ જીવ સમ્યગુદર્શનથી પતિત થઈને અંતઃમુહૂર્ત પશ્ચાત્ પુનઃ સમ્યગ્ દર્શન પ્રાપ્ત કરી લે, તો તેના મતિ-શ્રુત અજ્ઞાનની સ્થિતિ અંતમુહૂર્તની ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિકાલ-અનંતકાલનો છે કારણ કે કોઈ જીવ સમ્યગદર્શનથી પતિત થઈને વનસ્પતિમાં અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ વ્યતીત કરીને, પુનઃ સમ્યગુદર્શન પ્રાપ્ત કરે છે. તેથી તેનો ઉત્કૃષ્ટ સ્થિતિકાલ અનંતકાલનો છે.
વિર્ભાગજ્ઞાનની સ્થિતિ જઘન્ય એક સમયની છે, કારણ કે તે જ્ઞાન ઉત્પન્ન થયા પછી બીજા જ સમયે વિનષ્ટ થાય અથવા તે જીવ મૃત્યુ પામે તો વિર્ભાગજ્ઞાનની સ્થિતિ એક સમયની થાય છે. ઉત્કૃષ્ટ સ્થિતિ કિંચિત્ જૂન પૂર્વકોટિ અધિક ૩૩ સાગરોપમની છે. કારણ કે કોઈ મનુષ્ય કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી વિર્ભાગજ્ઞાની રહીને, સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય તો તે અપેક્ષાએ આ કથન છે. સાતમી નરકનો નારકી વિર્ભાગજ્ઞાન લઈને નીકળતો નથી. તેથી વિર્ભાગજ્ઞાનની સ્થિતિ અધિક થતી નથી.
(૧૮) અંતર દ્વાર:१०८ अंतरं सव्वं जहा जीवाभिगमे ।
આ સર્વ(દસ)નું અંતર જીવાભિગમ સૂત્રાનુસાર જાણવું જોઈએ.