________________
[ ૧૦૮ ]
શ્રી ભગવતી સત્ર-૩
१०४ सुयअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं सुयअण्णाणी सुयअण्णाणपरिगयाइं दव्वाई आघवेइ, पण्णवेइ, परूवेइ । एवं खेत्तओ, कालओ, भावओ णं सुयअण्णाणी सुयअण्णाण-परिगए भावे आघवेइ पण्णवेइ परूवेइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શ્રુત અજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ! શ્રત-અજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી શ્રુત અજ્ઞાની શ્રુત અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોનું કથન કરે છે, બતાવે છે, પ્રરૂપણા કરે છે. આ રીતે ક્ષેત્ર અને કાલથી જાણી લેવું જોઈએ. ભાવની અપેક્ષાએ શ્રુત અજ્ઞાની શ્રત અજ્ઞાનના વિષયભૂત ભાવોને કહે છે, બતાવે છે અને પ્રરૂપણા કરે છે. १०५ विभंगणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं विभंगणाणी विभंगणाणपरिगयाइं दव्वाइं जाणइ पासइ एवं जावभावओ णं विभंगणाणी विभंगणाणपरिगए भावे जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વિર્ભાગજ્ઞાનનો વિષય કેટલો છે ?
ઉત્તર- હે ગૌતમ! તે વિભંગજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે-દેખે છે, તે રીતે ક્ષેત્રથી, કાલથી પણ જાણવું. તેમજ ભાવથી વિર્ભાગજ્ઞાની વિર્ભાગજ્ઞાનના વિષયભૂત ભાવોને જાણે-દેખે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં સોળમા “વિષયદ્વાર”ના અંતર્ગત પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના વિષયનું પ્રતિપાદન છે.
જ્ઞાનના વિષયનું કથન ચાર પ્રકારે થાય છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી. દ્રવ્યથી-ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, ક્ષેત્રથી- દ્રવ્યના આધારભૂત ક્ષેત્ર, કાલથી- તે દ્રવ્યોની પર્યાયોની કાલમર્યાદા, ભાવથી- દ્રવ્યોની પર્યાય અથવા ઔદયિકાદિ ભાવોનું કથન કરવામાં આવે છે.
(૧) આભિનિબોધિક જ્ઞાનનો વિષય :- આભિનિબોધિકજ્ઞાની દ્રવ્યથી ધર્માસ્તિકાયાદિ સર્વ દ્રવ્યોને અપેક્ષાથી સામાન્ય રીતે જાણે છે.
માપન - મરીન એટલે અપેક્ષાએ. અનેકાંતવાદના ફલક ઉપર અપેક્ષા શબ્દ અતિ વિસ્તૃત અર્થ