________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૭ |
કાલથી અને ભાવથી. દ્રવ્યથી અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જાણે દેખે છે. આ રીતે નંદીસૂત્ર અનુસાર ક્ષેત્ર, કાલ અને ભાવ પર્યતનું વર્ણન જાણવું જોઈએ. १०१ मणपज्जवणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउविहे पण्णत्ते, तंजहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ। दव्वओ णं उज्जुमइ अणंते अणंतपएसिए, एवं जहा णंदीए जाव भावओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર– હે ગૌતમ! મન:પર્યવજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે યથા- દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી જુમતિ મન:પર્યવજ્ઞાની મનરૂપે પરિણત અનંતપ્રદેશી અનંત સ્કંધોને જાણે-દેખે છે, ઇત્યાદિ જે રીતે નંદીસૂત્રમાં છે, તે જ રીતે અહીં પણ સર્વ વર્ણન “ભાવ” સુધી કહેવું જોઈએ. १०२ केवलणाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउव्विहे पण्णत्ते, तं जहा- दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं केवलणाणी सव्वदव्वाइं जाणइ पासइ, एवं जाव भावओ णं केवलणाणी सव्वे भावे जाणइपासइ । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર- હે ગૌતમ ! કેવળજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે; યથા– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી કેવળજ્ઞાની સર્વ દ્રવ્યોને જાણે દેખે છે, તે જ રીતે ક્ષેત્રથી, કાલથી જાણવું અને ભાવથી પણ કેવળજ્ઞાની સર્વ ભાવોને જાણે દેખે છે. १०३ मइअण्णाणस्स णं भंते ! केवइए विसए पण्णत्ते ?
गोयमा ! से समासओ चउविहे पण्णत्ते, तं जहा-दव्वओ, खेत्तओ, कालओ, भावओ । दव्वओ णं मइअण्णाणी मइअण्णाणपरिगयाइं दव्वाइं जाणइ पासइ, एवं जाव भावओ ण मइअण्णाणी मइअण्णाणपरिगए भावे जाणइ पासइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મતિ અજ્ઞાનનો વિષય કેટલો છે?
ઉત્તર-હે ગૌતમ!મતિ અજ્ઞાનનો વિષય સંક્ષેપથી ચાર પ્રકારનો છે, તે આ પ્રમાણે છે– દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી. દ્રવ્યથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનના વિષયભૂત દ્રવ્યોને જાણે-દેખે છે, આ રીતે યાવતુ ભાવથી મતિ અજ્ઞાની મતિ અજ્ઞાનના વિષયભૂત ભાવોને જાણે-દેખે છે, ત્યાં સુધી કથન કરવું.