________________
શતક-૮: ઉદ્દેશક-૨
| ૧૦૯ |
ધરાવે છે. જ્યાં જે દૃષ્ટિકોણથી કથન હોય તે દૃષ્ટિકોણને ‘અપેક્ષા’ શબ્દથી સૂચિત કરવામાં આવે છે. જીવાભિગમ સૂત્રમાં આપણે કુવિહા સંસારનવા નવા પત્તા I અપેક્ષાથી જીવના બે પ્રકાર છે. આ તિવિદ સંસારસંવિધા નવા પUT I અપેક્ષાથી જીવના ત્રણ પ્રકાર છે. અહીં બે પ્રકારના જીવમાં ત્રસ અને સ્થાવર જીવોની અપેક્ષા છે. ત્રણ વેદની અપેક્ષાએ જીવના ત્રણ પ્રકારનું કથન છે. આ રીતે શ્રી જીવાભિગમ સૂત્રમાં અપેક્ષાથી જીવના બે થી લઈને દશ સુધી ભેદ કર્યા છે. તેથી આપ શબ્દનો અર્થ અપેક્ષા છે. મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે-દેખે છે. વાસ્તવિક રૂપે તો સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સર્વ પર્યાય સાથે તો કેવલજ્ઞાન દ્વારા જ જાણી શકાય છે. મતિજ્ઞાની અસર્વ પર્યાયની અપેક્ષાએ સર્વ દ્રવ્યાદિને જાણે છે અર્થાત્ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અનંત પર્યાયોમાંથી પોતાના વિષયભૂત કેટલીક પર્યાયોને જ જાણે છે. મતિજ્ઞાનથી સર્વ પર્યાયો જાણી શકાતી નથી, તે અપેક્ષા શબ્દથી સૂચિત થાય છે.
ટીકાકાર આપણ શબ્દને સમજાવતાં કહે છે કે આજેશક પ્રજા૨: સામાન્ય વિશેષહપતંત્ર રાકેશન-યત દ્રવ્યત્રત ન તુ તાતપર્વવિરોષનેકસિ ભાવઃ | સામાન્ય અને વિશેષરૂપ બે પ્રકારની અપેક્ષામાંથી મતિજ્ઞાની દ્રવ્ય માત્રને સામાન્ય અપેક્ષાથી જાણે છે અર્થાત્ સામાન્યરૂપે સર્વ દ્રવ્યને જાણે છે, તેમાં રહેલી વિશેષતાઓને (વિશેષરૂપે) જાણતા નથી. (૨) આદેશ એટલે આજ્ઞા, કથન. મતિજ્ઞાની આગમ કથન અનુસાર જાણે છે. આરોન તપરિવર્તિતથા સર્વ પ્રાનિ
મસ્તિયાનિ નાના િ મતિજ્ઞાની શ્રુતપરિકર્મિત શ્રુતજ્ઞાનજનિત) સંસ્કાર દ્વારા સર્વદ્રવ્યોને જાણે છે. નાણWારફ:- જાણે છેદેખે છે. સામાન્ય રીતે જ્ઞાનોપયોગ દ્વારા જાણે છે અને દર્શનોપયોગ દ્વારા દેખે છે.
જ્યારે જ્ઞાન અને દર્શન બંને ઉપયોગની વિવક્ષા હોય ત્યારે છદ્મસ્થ જીવોને પહેલા દર્શનોપયોગ અને ત્યારપછી જ્ઞાનોપયોગ હોય છે. પરંતુ પ્રસ્તુતમાં માત્ર જ્ઞાનના વિષયની પૃચ્છા છે. તેમાં સુત્રકારે ગાળા બંને શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેથી તે બંનેનો સંબંધ ક્રમશઃ જ્ઞાનોપયોગ સાથે જ થાય છે.
મતિજ્ઞાની મતિજ્ઞાનના વિષયભૂત પદાર્થોને ગાણ સામાન્ય રૂપે જાણે છે અને ત્યારપછી પારદ્દ વિશેષ, વિશેષતર, સ્પષ્ટતર દેખે છે અર્થાત્ તેનો સાક્ષાત્કાર કરે છે. યથા-લોકનું સંસ્થાન પુરુષાકારે છે વગેરે સામાન્ય રૂપે જાણવું તે નાગ છે. તેથી વિશેષવિચારણા કરી લોકના સંસ્થાનનો મન દ્રારા સાક્ષાત્કાર કરવો તે પાસ છે. આ રીતે દરેક વિષયમાં નાણા અને પાસ શબ્દનો અર્થ સમજી શકાય છે.
ટીકાનુસાર મતિજ્ઞાની અવાય અને ધારણાની અપેક્ષાએ જાણે છે કારણ કે તે બંને જ્ઞાન સ્વરૂપ છે, તે અપેક્ષાએ મૂળપાઠમાં નાગ શબ્દ પ્રયોગ છે. અવગ્રહ અને ઈહાની અપેક્ષાએ દેખે છે, તે અપેક્ષાએ પાસ શબ્દપ્રયોગ છે. ક્ષેત્રથી શ્રુતજ્ઞાનજન્ય સંસ્કારથી લોકાલોકરૂપ સર્વક્ષેત્રને દેખે છે. કાલથી સર્વ કાલને અને ભાવથી ઔદયિકાદિ પાંચ ભાવને જાણે છે.
સામાન્ય રીતે પાસ શબ્દથી મતિ શ્રુતજ્ઞાની અચક્ષુ કે ચક્ષુથી તે જાણેલા પદાર્થને દેખે છે, તેમ સમજાય છે.