________________
| ૧૦૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
ઉત્તર– હે ગૌતમ! કૃષ્ણલેશી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે નીલ, કાપોત, તેજો અને પાલેશી જીવો પર્યત કથન કરવું જોઈએ. શુક્લલશી જીવોનું કથન સલેશી જીવોની સમાન જાણવું જોઈએ. અલેશી (લેશ્યા રહિત)જીવોનું કથન સિદ્ધોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વેશ્યા દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે. સલેશી- ચૌદમા ગુણસ્થાન સિવાય સંસારના સમસ્ત જીવ સલેશી હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
કણ, નીલ, કાપોત, તેજો અને ૫ તે પાંચ વેશ્યાવાળા જીવો એકથી છ ગુણસ્થાન પર્યત હોય છે. તે જીવોમાં સઇન્દ્રિયની સમાન કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે કારણ કે કેવળીને એક માત્ર શુકલ લેશ્યા જ હોય છે. શકલલેશી– એકથી તેર સર્વ ગુણસ્થાનોમાં શુકલ લેશ્યા હોય છે. તેથી તેમાં સલેશી જીવોની જેમ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી- ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો અને સિદ્ધો અલેશી હોય છે. તેથી તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
(૧૩) કષાય દ્વાર :|९३ सकसाई णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! जहा सइंदिया । एवं जाव लोभकसाई। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સકષાયી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સકષાયી જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તેજ રીતે ક્રોધ કષાયી, માન કષાયી, માયા કષાયી અને લોભ કષાયી જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ. |९४ अकसाई णं भंते ! किं णाणी अण्णाणी? गोयमा ! पंच णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! અકષાયી(કષાય મુક્ત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની જ હોય છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કષાય દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું નિરૂપણ છે. સકષાયી અને ચારકષાયી :- સકષાયી જીવોમાં એકથી દસ ગુણસ્થાન હોય છે. તેમાં સઇન્દ્રિય જીવોની