________________
શતક-૮: ઉદ્દેશક-૨
૧૦૧]
જેમ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અકષાયી:- દસથી ઉપરના ચારે ય ગણસ્થાનમાં જીવો અકષાયી હોય છે. તે ચાર ગણસ્થાનની અપેક્ષાએ તે જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. અકષાયી જીવો જ્ઞાની જ હોવાથી તેમાં અજ્ઞાન હોતું નથી. (૧૪) વેદ દ્વાર :|९५ सवेयगा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सइदिया । एवं इत्थि-पुरिस-णपुंसग वेयगा वि । अवेयगा जहा अकसाई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સવેદક(વેદ સહિત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! સવેદક જીવોનું કથન સઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે સ્ત્રી વેદી, પુરુષ વેદી અને નપુંસકવેદી જીવોના સંબંધમાં પણ કહેવું જોઈએ.
અવેદક(વેદ રહિત) જીવોનું કથન અકષાયી જીવોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વેદ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનનું કથન છે. (૧૪) સવેદી અને ત્રણવેદી - નવમાં ગુણસ્થાન સુધીના જીવો સવેદી હોય છે તેથી તેમાં સઇન્દ્રિયની સમાન ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. સવેદી જીવોને કેવળજ્ઞાન થતું નથી.
અવેદી:- ૯ થી ૧૪ ગુણસ્થાનવર્તી જીવો અવેદી હોય છે. તે જીવો જ્ઞાની જ હોય છે. તેમાં અજ્ઞાન હોતું નથી. તેથી અવેદીમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
(૧૫) આહારક દ્વાર :|९६ आहारगा णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकसाई, णवरं केवलणाणं वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આહારક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! આહારક જીવોનું કથન સકષાયી જીવોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં કેવળજ્ઞાન પણ હોય છે. |९७ अणाहारगाणं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि, मणपज्जवणाणवज्जाई णाणाई, अण्णाणाणि य तिण्णि भयणाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનાહારક જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ! અનાહારક