________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૯૯ ]
અથવા વિર્ભાગજ્ઞાન હોય છે અને મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન તો સર્વ જીવોને હોય જ છે. તેથી તે જીવોને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન અથવા ત્રણ અજ્ઞાન હોય છે અને જો તે જીવને મન:પર્યવજ્ઞાન પણ હોય તો ચાર જ્ઞાન હોય છે. તે જીવોને બે જ્ઞાન કે બે અજ્ઞાન હોતા નથી.
કેવળદર્શન અનાકારોપયુક્ત :- તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. (૧૧) યોગ દ્વાર:|९० सजोगी णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! जहा सकाइया । एवं मणजोगी, वइजोगी, कायजोगी वि । अजोगी जहा सिद्धा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! સયોગી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! સયોગી જીવોનું કથન સકાયિક જીવોની સમાન જાણવું જોઈએ. તે જ રીતે મનયોગી, વચનયોગી અને કાયયોગી જીવોનું કથન પણ જાણવું જોઈએ. અયોગી(યોગ રહિત) જીવોનું કથન સિદ્ધોની સમાન જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યોગ દ્વારમાં જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. સયોગી જીવોમાં એક થી તેર ગુણસ્થાન હોય છે. તેથી તેમાં સકાયિક જીવોની જેમ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તે જ રીતે મન, વચન અને કાયયોગી જીવમાં પણ પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અયોગી જીવો ચૌદમાં ગુણસ્થાનવ કેવળી અથવા સિદ્ધ હોય છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. (૧ર) લેશ્યા દ્વાર :|९१ सलेस्सा णं भंते ! जीवा किंणाणी, अण्णाणी गोयमा ! जहा सकाइया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ! સલેશી જીવોનું કથન “સકાયિક” જીવોની સમાન જાણવું જોઈએ. ९२ कण्हलेस्सा णं भंते ! जीवा किं णाणी, अण्णाणी?
गोयमा ! जहा सइंदिया । एवं जाव पम्हलेस्सा । सुक्कलेस्सा जहा सलेस्सा । अलेस्सा जहा सिद्धा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કૃષ્ણલેશી જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ?