________________
શતક-૮: ઉદ્દેશક-૨
ભાવાર્થ - શ્રોતેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન જાણવું જોઈએ.
શ્રોતેન્દ્રિયલબ્ધિ રહિત જીવ- જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાંથી જે જ્ઞાની છે, તેમાં કેટલાકને બે જ્ઞાન અને કેટલાકને એક જ્ઞાન હોય છે. જેને બે જ્ઞાન છે, તે આભિનિબોધિકજ્ઞાની અને શ્રુતજ્ઞાની છે. જેને એક જ્ઞાન છે, તે કેવળજ્ઞાની છે. જે અજ્ઞાની છે, તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. યથામતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન.
ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન શ્રોતેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન અને ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિ રહિત જીવોનું કથન શ્રોતેન્દ્રિય લબ્ધિરહિત જીવોની સમાન જાણવું જોઈએ. ८४ जिभिदियलद्धियाणं चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाणि भयणाए ।
तस्स अलद्धिया- णाणी वि अण्णाणी वि । जे णाणी ते णियमा एगणाणी- केवलणाणी । जे अण्णाणी ते णियमा दुअण्णाणी,तं जहा- मइअण्णाणी य सुयअण्णाणी य । ભાવાર્થ:- જીન્દ્રિયલબ્ધિયુક્ત જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
જીલૅન્દ્રિયલબ્ધિ રહિત જીવ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિયમતઃ એક કેવળજ્ઞાન હોય છે. જે અજ્ઞાની છે તેને નિયમતઃ બે અજ્ઞાન હોય છે. યથા- મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ८५ फासिंदियलद्धिया अलद्धिया जहा इंदियलद्धिया य अलद्धिया य । ભાવાર્થ – સ્પર્શેન્દ્રિયલબ્ધિયુક્ત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવોની સમાન કરવું જોઈએ, તેને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
સ્પર્શેન્દ્રિય લબ્ધિ રહિત જીવોનું કથન ઇન્દ્રિયલબ્ધિ રહિત જીવોની સમાન કરવું જોઈએ, તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
વિવેચન :
હનિય લબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી. ઇન્દ્રિયના માધ્યમથી થતી જાણવાની શક્તિને ઇન્દ્રિય લબ્ધિ કહે છે. સમસ્ત સંસારી જીવોમાં એકથી બાર ગુણસ્થાન પર્યત ઇન્દ્રિયલબ્ધિ હોય છે. તે જીવો જ્ઞાની અને અજ્ઞાની હોય છે. તેથી તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ઇન્દ્રિય અલબ્ધિ :- વસ્તુના બોધમાં ઇન્દ્રિયના માધ્યમની આવશ્યકતા ન હોવી તેને ઇન્દ્રિય અલબ્ધિ કહે છે. તેમાં અને ચૌદમા ગુણસ્થાને તેમજ સિદ્ધ જીવોમાં કેવળજ્ઞાન હોવાથી ઇન્દ્રિયના માધ્યમની આવશ્યક્તા નથી, તે જીવો ઇન્દ્રિયલબ્ધિરહિત છે. તેમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે.