________________
[ ૯૪ |
શ્રી ભગવતી સૂત્ર-૩
પંડિતવીર્યલબ્ધિ - સર્વ સંયત(૬ થી ૧૪ ગુણસ્થાનવાળા) જીવ પંડિતવીર્ય લબ્ધિયુક્ત કહેવાય છે. તેથી તેમાં પાંચજ્ઞાનની ભજના હોય છે.
પંડિતવીર્યલબ્ધિ રહિત જીવ અસંયત, દેશસંયત અથવા સિદ્ધ હોય છે તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. તેમાં અસંયત અને દેશ સંયત જીવોની અપેક્ષાએ પ્રથમના ત્રણ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના છે.
સિદ્ધ જીવોની અપેક્ષાએ એક કેવળજ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાન માત્ર સંયતમાં જ હોય છે. તેથી તેનો પંડિતવીર્ય લબ્ધિ રહિતમાં નિષેધ કર્યો છે.
બાલપંડિતવીર્યલબ્ધિ :- દેશસંયત શ્રાવક બાલપંડિતવીર્ય લબ્ધિવાન કહેવાય છે. તેમાં એક પાંચમું ગુણસ્થાન છે. તેથી તેમાં પ્રથમ ત્રણ જ્ઞાનની ભજના છે.
બાલપંડિતવીર્ય લબ્ધિરહિત જીવો અસંયત, સર્વવિરત અને સિદ્ધ હોય છે. તેથી તેમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ઇન્દ્રિયલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન :८२ इंदियलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए ।
तस्स अलद्धियाणं पुच्छा । गोयमा ! णाणी, णो अण्णाणी । णियमा VT નાળી- જેવીણા | ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! ઇન્દ્રિયલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવાન ! ઇન્દ્રિયલબ્ધિ રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી, તેને નિયમથી એકમાત્ર કેવલજ્ઞાન હોય છે. ८३ सोइंदियलद्धिया णं जहा इंदियलद्धिया ।
तस्स अलद्धिया- णाणी वि अण्णाणी वि । जे णाणी ते अत्थेगइया दुण्णाणी, अत्थेगइया एगणाणी । जे दुण्णाणी ते आभिणिबोहियणाणी, सुयणाणी । जे एगणाणी ते केवलणाणी ।
जे अण्णाणी ते णियमा दुअण्णाणी, तं जहा- मइअण्णाणी य सुय अण्णाणी य । एवं चक्खिंदिय-घाणिदियाणं लद्धिया अलद्धिया वि ।