________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૯૩ ]
વિવેચન :
દાનાદિ લબ્ધિઃ - અંતરાયકર્મની પાંચ પ્રકૃતિના ક્ષય કે ક્ષયોપક્ષમાંથી પ્રાપ્ત થતી લબ્ધિને ક્રમશઃ દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ અને વીર્યલબ્ધિ કહે છે. તે પાંચેય લબ્ધિવાન જીવો જ્ઞાની કે અજ્ઞાની હોય શકે છે. તેથી પાંચ લબ્ધિમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
દાનાદિલબ્ધિ રહિત જીવ તો માત્ર સિદ્ધ જ હોય છે. ત્યાં દાતા, દેય કે દાતવ્ય પદાર્થો જેવો કોઈ વ્યવહાર નથી અને તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે. તેથી તેઓને દાનાદિલબ્ધિ રહિત કહ્યા છે. તે સિદ્ધના જીવોની અપેક્ષાએ દાનાદિલબ્ધિ રહિત જીવોમાં એક કેવળજ્ઞાન હોય છે. બીજી અપેક્ષાએ વીર્યલબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન - ८१ बालवीरियलद्धियाणं तिण्णि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई भयणाए ।
पडियवीरिय-लद्धियाणं पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई तिण्णि भयणाए ।
बालपंडियवीरियलद्धियाणं तिण्णि णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ:- બાલવીર્યલબ્ધિયુક્ત જીવોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. બાલવીર્યલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
પંડિતવીર્યલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. પંડિતવીર્યલબ્ધિ રહિત જીવોમાં મન:પર્યવજ્ઞાનને છોડીને શેષ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
બાલપંડિતવીર્ય લબ્ધિયુક્ત જીવોમાં ત્રણ જ્ઞાનની ભજના હોય છે. બાલ પંડિતવીર્યલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં વીર્યલબ્ધિના બાલપંડિત આદિ ત્રણ ભેદ કરીને તેમાં જ્ઞાન-અજ્ઞાનની પ્રરૂપણા કરી છે. બાલવીર્યલબ્ધિ :- અવિરત (એકથી ચાર ગુણસ્થાનવાળા) જીવ બાલવીર્યલબ્ધિયુક્ત હોય છે. તેથી તેમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અસંયત જીવોને મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન થતું નથી.
બાલવીર્યલબ્ધિ રહિત જીવ સર્વવિરત, દેશવિરત, અથવા સિદ્ધ હોય છે તેથી તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.