________________
૯૨
શ્રી ભગવતી સૂત્ર–૩
ચારિત્રાચારિત્ર લબ્ધિમાં જ્ઞાન અજ્ઞાન :
७९ चरित्ताचरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ?
गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी, अत्थेगइया तिण्णाणी। जे दुण्णाणी ते आभिणिबोहियणाणी य सुयणाणी य । जे तिण्णाणी ते आभिणिबोहिय- णाणी, सुयणाणी, ओहिणाणी । तस्स अलद्धियाणं पंच णाणाइं तिणिण अण्णाणाई भयणाए ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! ચારિત્રાચારિત્ર(દેશવિરતિ ચારિત્ર) લબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ?
ઉત્તર– હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને બે જ્ઞાન, કેટલાકને ત્રણ જ્ઞાન હોય છે, જેને બે જ્ઞાન હોય છે, તેને આભિનિબોધિકજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન હોય છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે. ચારિત્રાચારિત્રલબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
વિવેચન :
ચારિત્રાચારિત્ર લબ્ધિ – આ લબ્ધિવાળા જીવ સમ્યગ્દષ્ટિ શ્રાવક હોય છે અને તે જ્ઞાની જ હોય છે. તેમાં ત્રણ જ્ઞાન મતિ, શ્રુત અને અવધિની ભજના હોય છે. શ્રાવકને મનઃપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ બે જ્ઞાન હોતા નથી.
ચારિત્રાચારિત્ર અલબ્ધિ ઃ– શ્રાવક રહિત અવસ્થામાં પાંચમું ગુણસ્થાન વર્જીને શેષ ૧૩ ગુણસ્થાન અને સિદ્ધ અવસ્થા હોય છે. તે જીવો સંયમી, અસંયમી, સમકિતી અને મિથ્યાત્વી હોય શકે છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
દાનાદિ લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન -
८० दाणलद्धियाणं पंच णाणाई, तिण्णि अण्णाणाई भयणाए ।
तस्स अलद्धियाणं णियमा एगणाणी- केवलणाणी । सेसा णत्थि । एवं जाव वीरियस्स लद्धी अलद्धी य भाणियव्वा ।
ભાવાર્થ :- દાનલબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. દાનલબ્ધિ રહિત જીવોમાં નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે. શેષ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોતા નથી.
તે જ રીતે લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય લબ્ધિ સહિત અને લબ્ધિ રહિત જીવોનું કથન કરવું જોઈએ.