________________
શતક–૮ : ઉદ્દેશક ૨
તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે. ચારિત્રલબ્ધિ રહિત જીવોમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
૯૧
७८ सामाइय-चरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णाणी, केवलवज्जाइं चत्तारि णाणाइं भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाइं, तिण्णि य अण्णाणाई भयणाए ।
एवं जहा सामाइयचरित्तलद्धिया अलद्धिया य भणिया, तहेव छेदोवट्ठावणीय-चरित्त जाव अहक्खाय-चरित्तलद्धिया अलद्धिया य भाणियव्वा, णवरं अहक्खायचरित्तलद्धियाणं पंच णाणाइं भयणाए ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સામાયિક ચારિત્ર લબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની હોય છે, તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાનની ભજના હોય છે. સામાયિક ચારિત્ર લબ્ધિ રહિત જીવોમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
જે રીતે સામાયિક ચારિત્ર લબ્ધિ સહિત અને લબ્ધિરહિત જીવોનું કથન કર્યું, તે જ રીતે છેદોપસ્થાપનીય ચારિત્ર યાવત્ યથાખ્યાત ચારિત્રલબ્ધિયુક્ત અને લબ્ધિરહિત જીવોનું કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે યથાખ્યાત ચારિત્રલબ્ધિ યુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના છે.
વિવેચનઃ
ચારિત્રલબ્ધિ :– સામાયિક આદિ પાંચ ચારિત્રયુક્ત જીવ ચારિત્ર લબ્ધિવાન કહેવાય છે. તેમાં છથી ચૌદ ગુણસ્થાન હોય છે. તે સમ્યગ્દષ્ટિ અને જ્ઞાની જ હોય છે, તેમાં પાંચજ્ઞાનની ભજના હોય છે.
સામાયિકાદિ ચાર ચારિત્રલબ્ધિયુક્ત જીવ જ્ઞાની અને છદ્મસ્થ હોય છે, તેથી તેમાં ચાર જ્ઞાન (કેવળજ્ઞાન સિવાય)ની ભજના હોય છે. પાંચમું યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણસ્થાન પર્યંત હોય છે. તેમાં ૧૧મા અને ૧૨મા ગુણસ્થાનની અપેક્ષાએ ચાર જ્ઞાન અને ૧૩મા ૧૪મા ગુણસ્થાનની અપેક્ષાએ કેવળજ્ઞાન હોય છે, તેથી યથાખ્યાતચારિત્ર લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે.
ચારિત્ર અલબ્ધિ :- સામાયિકાદિ પાંચ ચારિત્રના અભાવને ચારિત્રઅલબ્ધિ કહે છે. તેમાં એકથી પાંચ ગુણસ્થાન હોય છે. તેથી તે જીવો સમકિતી અને મિથ્યાત્વી, જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. જો તે જીવ સમકિતી અને જ્ઞાની હોય તો તેમાં મન:પર્યવજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન હોય છે. મનઃપર્યવજ્ઞાન સંયમીને જ થતું હોવાથી ચારિત્ર અલબ્ધિમાં હોતું નથી. મતિ, શ્રુત અને અવધિ તે ત્રણ જ્ઞાન તો નારકો, દેવો, મનુષ્યો આદિ કોઈ પણ સમકિતી જીવોને હોય શકે છે. સિદ્ધોને પાંચ ચારિત્રમાંથી કોઈ પણ ચારિત્ર નથી. તે જીવોની અપેક્ષાએ તેમાં કેવળજ્ઞાન હોય છે. આ રીતે ચારિત્ર અલબ્ધિમાં ચાર જ્ઞાન હોય છે.
જો તે જીવ મિથ્યાત્વી અને અજ્ઞાની હોય તો તેમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.