________________
૯૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
७६ एवं सम्मादसणलद्धियाणं पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं तिण्णि अण्णाणाई भयणाए । मिच्छादसणलद्धिया तिण्णि अण्णाणाई भयणाए । तस्स अलद्धियाणं पंच णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए । सम्मामिच्छादसणलद्धिया, अलद्धिया य जहा मिच्छादसणलद्धिया अलद्धिया तहेव भाणियव्वा । ભાવાર્થ - સમ્યગદર્શન લબ્ધિયુક્ત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના છે.
સમ્યગુદર્શન લબ્ધિરહિત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના છે.
મિથ્યાદર્શનલબ્ધિયુક્ત જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના છે. મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોમાં પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે. સમ્યમિથ્યાદર્શન (મિશ્રદષ્ટિ) લબ્ધિયુક્ત જીવોનું કથન મિથ્યાદર્શનલબ્ધિયુક્ત જીવોની સમાન અને સમગૂમિથ્યાદર્શન લબ્ધિરહિત જીવોનું કથન મિથ્યાદર્શનલબ્ધિ રહિત જીવોની સમાન સમજવું જોઈએ.
વિવેચન :
દર્શન લબ્ધિ :- કોઈ પણ જીવ દર્શનલબ્ધિથી રહિત નથી. દર્શનના ત્રણ પ્રકાર છે. સમ્યગદર્શન લબ્ધિમાં પાંચ જ્ઞાનની ભજના છે. કારણ કે સમ્યગુદર્શની જીવને કેવળજ્ઞાન પણ હોય શકે છે. તે સમકિતી હોવાથી તેમાં અજ્ઞાન નથી. સમ્યગુદર્શન અલબ્ધિઃ - તે જીવો મિથ્યાત્વી અથવા મિશ્રદષ્ટિવાળા હોય છે તેથી તે જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. તેમાં જ્ઞાન નથી. મિથ્યાદર્શન અને સમ્યગમિથ્યાદર્શન લબ્ધિ - તે જીવો અજ્ઞાની જ હોય છે તેથી તેમાં બે અથવા ત્રણ
અજ્ઞાન હોય છે. મિથ્યાદર્શન અને સામિથ્યાદર્શન અલબ્ધિ :- મિથ્યાદર્શનના અભાવમાં જીવ સમ્યગુદષ્ટિ કે મિશ્રદષ્ટિ હોય છે અને સમ્યગૂ મિથ્યાદર્શનના અભાવમાં જીવ સમ્યગુદૃષ્ટિ કે મિથ્યાદષ્ટિ હોય છે. તેથી તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
ચારિત્ર લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન :|७७ चरित्तलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! पंच णाणाई भयणाए । तस्स अलद्धियाणं मणपज्जवणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि य अण्णाणाई भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ !