________________
શતક-૮: ઉદ્દેશક-૨
મન:પર્યવશાન અલબ્ધિ – તેમાં મન:પર્યવજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન રહિત જીવ કેવળી પણ હોય શકે છે. જો તે કેવળી હોય તો કેવળજ્ઞાન હોય છે. જો તે કેવળી ન હોય તો મતિ, કૃત બે જ્ઞાન, અથવા મતિ, શ્રત અને અવધિ તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે જીવ અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે.
કેવળજ્ઞાન લબ્ધિ અલબ્ધિ :- કેવળજ્ઞાન સાથે કોઈ અન્ય જ્ઞાન રહેતું નથી, કેવળજ્ઞાન ક્ષાયિકજ્ઞાન હોવાથી મતિજ્ઞાનાદિ ક્ષાયોપથમિક જ્ઞાન તેમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી તે જીવોમાં એક માત્ર કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાન રહિત જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. તે જીવોમાં જે જ્ઞાની છે તેમાં બે, ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે અને અજ્ઞાની છે તેમાં બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. અશાન લબ્ધિ :- જે જીવોમાં જ્ઞાન નથી તે અજ્ઞાન લબ્ધિવાળા છે. તેમાં બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અશાન અલબ્ધિ:- તે જીવો જ્ઞાની હોય છે. તેમાં પાંચ જ્ઞાનની ભજના છે.
મતિ શત અશાન લબ્ધિ :- જીવો અજ્ઞાની હોય છે તેથી તેમાં પૂર્વવતુ મતિ-શ્રત બે અજ્ઞાન અથવા મતિ-શ્રુત અને વિર્ભાગજ્ઞાન તે ત્રણ અજ્ઞાનની ભજના છે. મતિ-શ્રત અજ્ઞાન અલબ્ધિ :- જીવો જ્ઞાની હોય છે. તે જીવો કેવળી પણ હોય શકે છે, તેથી તેમાં પૂર્વવત્ પાંચ જ્ઞાનની ભજના છે. વિર્ભાગજ્ઞાન લબ્ધિ :- તેમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન છે, વિર્ભાગજ્ઞાનીને મતિ-શ્રુત અજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેમાં ત્રણ અજ્ઞાન થાય છે. તે જીવ મિથ્યાત્વી હોવાથી તેમાં જ્ઞાન નથી.
વિભગન્નાન અલબ્ધિઃ - તે જીવ સમકિતી અને મિથ્યાત્વી બંને પ્રકારના હોય છે, તેથી તેમાં જે જ્ઞાની છે તેમાં પાંચ જ્ઞાનની ભજના અને અજ્ઞાની છે, તેમાં બે અજ્ઞાનની નિયમા હોય છે.
દર્શન લબ્ધિમાં જ્ઞાન-અજ્ઞાન:
७५ दसणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि । पंच णाणाई तिण्णि अण्णाणाई भयणाए ।
तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी अण्णाणी ? गोयमा ! तस्स अलद्धिया पत्थि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનુ ! દર્શનલબ્ધિયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ હોય છે અને અજ્ઞાની પણ હોય છે, તેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવનુ ! દર્શનલબ્ધિથી રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! દર્શનલબ્ધિથી રહિત કોઈ પણ જીવ નથી.