________________
[ ૮૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
पंच णाणाई भयणाए, दो अण्णाणाई णियमा ।
ભાવાર્થ:- વિર્ભાગજ્ઞાન લબ્ધિયુક્ત જીવોમાં નિયમતઃ ત્રણ અજ્ઞાન હોય છે અને વિર્ભાગજ્ઞાન લબ્ધિરહિત જીવોમાં પાંચ જ્ઞાનની ભજના અને બે અજ્ઞાન નિયમતઃ હોય છે.
વિવેચન :
દિય, અનાદિયા – જ્ઞાન દર્શન આદિથી યુક્ત જીવોને તળિયા કહે છે અને જ્ઞાનાદિ તે તે લબ્ધિથી રહિતને અતિ કહે છે. જ્ઞાનાદિલબ્ધિ :- જ્ઞાનલબ્ધિયુક્ત જીવ સદા જ્ઞાની અને અજ્ઞાનલબ્ધિયુક્ત (જ્ઞાનલબ્ધિ રહિત) જીવ સદા અજ્ઞાની હોય છે.
સર્વ સંસારી જીવોને મતિ અને શ્રત અવશ્ય હોય છે. સમકિતીને મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન અને મિથ્યાત્વીને મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન હોય છે, ત્યાર પછી તેને અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. જે જીવોને અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન હોય છે તેને મતિ અને શ્રુતજ્ઞાન તો અવશ્ય હોય છે અને કેવળજ્ઞાન પ્રગટ થતાં પૂર્વના ચારેય જ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. ત્યારપછી એક માત્ર કેવળજ્ઞાન રહે છે. મતિ શ્રતજ્ઞાન લબ્ધિઃ - તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે. મતિ-શ્રુતજ્ઞાની જીવોમાં અવધિ કે મન:પર્યવજ્ઞાન હોય તો ત્રણ જ્ઞાન અને તે બંને જ્ઞાન હોય તો ચાર જ્ઞાન થાય છે પરંતુ તેને કેવળજ્ઞાન હોતું નથી. કારણ કે કેવળજ્ઞાન ક્ષાયિકજ્ઞાન છે. તેની ઉપસ્થિતિમાં મતિ આદિ ચારે ક્ષાયોપથમિકજ્ઞાન તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. મતિ-ઋતશાન અલબ્ધિ - મતિ, શ્રુતજ્ઞાન લબ્ધિ રહિત જીવો અજ્ઞાની હોય અથવા કેવળજ્ઞાની હોય છે. જો તે અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાન અને જ્ઞાની હોય તો કેવળજ્ઞાન હોય છે. અવધિજ્ઞાન લબ્ધિ:- તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. અવધિજ્ઞાની જીવોને મતિ-શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન(મતિ, શ્રુત, અવધિ) હોય છે અને તે જીવને જો મન:પર્યવજ્ઞાન હોય તો ચાર જ્ઞાન થાય છે. અવધિજ્ઞાન અને મનઃ૫ર્યવજ્ઞાનની પ્રાપ્તિમાં પૂર્વ-પશ્ચિાત્ કોઈ ક્રમ નથી. અવધિજ્ઞાની જીવને કેવળજ્ઞાન હોતું નથી. અવધિાન અલબ્ધિઃ - તેમાં અવધિજ્ઞાન સિવાયના ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અવધિજ્ઞાન રહિત જીવ કેવળી પણ હોય શકે છે. જો તે કેવળી હોય તો કેવળજ્ઞાન હોય છે. જો તે કેવળી ન હોય તો મતિ, શ્રુત તે બે જ્ઞાન, અથવા મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન તે ત્રણ જ્ઞાન હોય છે. જો તે જીવ અજ્ઞાની હોય તો બે અથવા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. મન:પર્યવજ્ઞાન લબ્ધિ :- તેમાં ત્રણ અથવા ચાર જ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાની જીવને મતિ-શ્રુતજ્ઞાન અવશ્ય હોય છે. તેથી તેને ઓછામાં ઓછા ત્રણ જ્ઞાન(મતિ, શ્રત અને મન:પર્યવજ્ઞાન) હોય છે અને તે જીવને અવધિજ્ઞાન હોય તો ચાર જ્ઞાન હોય છે. મન:પર્યવજ્ઞાનીને કેવળજ્ઞાન હોતું નથી.