________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૭ ]
ચાર જ્ઞાન હોય છે. જેને ત્રણ જ્ઞાન હોય તેને આભિનિબોધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે, જેને ચાર જ્ઞાન છે તેને આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન છે.
પ્રશ્ન- હે ભગવન્! મન:પર્યવજ્ઞાનલબ્ધિથી રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં મન:પર્યવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. |७१ केवलणाणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी । गोयमा ! णाणी, णो अण्णाणी । णियमा एगणाणी, केवलणाणी ।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी वि, अण्णाणी वि । केवलणाणवज्जाइं चत्तारि णाणाई, तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ઉત્તર- હે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેને નિયમતઃ એક માત્ર કેવળજ્ઞાન હોય છે.
પ્રશ્ન- હે ભગવન્! કેવળજ્ઞાનલબ્ધિ રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેમાં કેવળજ્ઞાનને છોડીને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના છે.
७२ अण्णाणलद्धियाणं पुच्छा ? गोयमा ! णो णाणी, अण्णाणी । तिण्णि अण्णाणाइ भयणाए।
तस्स अलद्धियाणं पुच्छा ? गोयमा ! णाणी, णो अण्णाणी । पंच णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અજ્ઞાનલબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે, તેમાં ત્રણ અજ્ઞાનની ભજના છે.
પ્રશ્ન- હે ભગવન! અજ્ઞાનલબ્ધિથી રહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાં પાંચ જ્ઞાનની ભજના છે.
७३ जहा अण्णाणस्स लद्धिया अलद्धिया य भणिया एवं मइअण्णाणस्स सुय- अण्णाणस्स य लद्धिया अलद्धिया य भाणियव्वा । ભાવાર્થ – જે રીતે અજ્ઞાનલબ્ધિ યુક્ત અને અજ્ઞાનલબ્ધિરહિત જીવોનું કથન કર્યું છે, તે જ રીતે મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન લબ્ધિયુક્ત અને તે લબ્ધિ રહિત જીવોનું કથન કરવું જોઈએ. ७४ विभंगणाणलद्धियाणं तिण्णि अण्णाणाई णियमा । तस्स अलद्धियाणं