________________
૯૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લા,
શ્રોતેજિયલબ્ધિ:- પંચેન્દ્રિય જીવો શ્રોતેન્દ્રિય લબ્ધિવાળા હોય છે. તેમાં એકથી બાર ગુણસ્થાન હોવાથી ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શ્રોતેંદ્રિય અલબ્ધિ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, કેવળી અથવા સિદ્ધ શ્રોતેન્દ્રિય લબ્ધિ રહિત હોય છે. તેથી તેમાં એકેન્દ્રિયની અપેક્ષાએ બે અજ્ઞાન, વિકલેન્દ્રિયની અપેક્ષાએ બે જ્ઞાન અથવા બે અજ્ઞાન અને કેવળી કે સિદ્ધની અપેક્ષાએ કેવળજ્ઞાન હોય છે. ચરિદ્રિય અને ધ્રાણેન્દ્રિય લબ્ધિ - વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય લબ્ધિવાળા હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, કેવળ જ્ઞાન હોતું નથી. ચક્ષુરિન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય અલબ્ધિ - એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, કેવળી અને સિદ્ધ ચક્ષુરિન્દ્રિય, ધ્રાણેન્દ્રિયથી રહિત હોય છે. તેથી તેમાં પૂર્વવતુ બે જ્ઞાન, બે અજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. જીહેન્દ્રિય લબ્ધિ :- બેઇન્દ્રિયથી પંચેન્દ્રિયને જીહેન્દ્રિય હોય છે. તેથી તેમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે, કેવળ જ્ઞાન હોતું નથી. છદ્રિય અલબ્ધિ :- એકેન્દ્રિય, કેવળી અને સિદ્ધ જીહેન્દ્રિય રહિત હોય છે. તેથી તેમાં બે અજ્ઞાન અથવા કેવળજ્ઞાન હોય છે. સ્પર્શેન્દ્રિય લબ્ધિ :- એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના સર્વ જીવોને સ્પર્શેન્દ્રિય હોય છે. તેથી તેમાં કેવળ જ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. સ્પર્શેન્દ્રિય અલબ્ધિ - કેવળી અને સિદ્ધ જીવો સ્પર્શેન્દ્રિય રહિત હોય છે. તેથી તેમાં એક માત્ર કેવળ જ્ઞાન જ હોય છે. ઉપયોગ દ્વાર:८६ सागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी ? अण्णाणी ? गोयमा ! णाणी वि अण्णाणी वि । पंच णाणाई तिण्णि अण्णाणाई भयणाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સાકારોપયોગયુક્ત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેમાં પાંચ જ્ઞાનની ભજના હોય છે અને જે અજ્ઞાની છે તેમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે.
८७ आभिणिबोहियणाण-सागारोवउत्ता णं भंते ! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! णाणी, णोअण्णाणी, चत्तारि णाणाई भयणाए ।
एवं सुयणाण-सागारोवउत्ता वि । ओहिणाण सागारोवउत्ता जहा ओहिणाणलद्धिया । मणपज्जणाण-सागारोवउत्ता जहा मणपज्जवणाणलद्धिया । केवलणाण