________________
શતક-૮: ઉદ્દેશક-૨
[ ૮૫ ]
પ્રકાર છે. (૧) બાલવીર્યલબ્ધિ- બાલ અર્થાતુ સંયમ રહિત જીવની અસંયમરૂપ પ્રવૃત્તિ તે બાલવીર્યલબ્ધિ છે. (૨) પંડિતવીર્યલબ્ધિ- સંયમી જીવની સંયમરૂપ પ્રવૃત્તિ તે પંડિતવીર્ય લબ્ધિ છે. (૩) બાલપંડિતવીર્યલબ્ધિ- દેશવિરતિપણામાં પ્રવૃત્તિ થવી તે બાલપંડિતવીર્ય લબ્ધિ છે.
(૧૦) ઇન્દ્રિયલબ્ધિ:- મતિજ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી તથા જાતિનામ કર્મ અને પર્યાપ્ત નામકર્મના ઉદયથી પ્રાપ્ત થતી લબ્ધિ તે ઇન્દ્રિયલબ્ધિ છે. તેના શ્રોતેન્દ્રિયાદિ પાંચ ભેદ છે.
જ્ઞાનલધિમાં જ્ઞાન-અજ્ઞાન :६७ णाणलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी एवं पंच णाणाई भयणाए । ___ तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी ? गोयमा ! णो णाणी, अण्णाणी। अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी, तिण्णि अण्णाईभयणाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનલબ્ધિવાળા જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તર- હે ગૌતમ ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી. તેમાંથી કેટલાકને બે જ્ઞાન હોય છે, તે રીતે પાંચ જ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવન ! જ્ઞાનલબ્ધિરહિત(અજ્ઞાનલબ્ધિયુક્ત) જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ઉત્તરહે ગૌતમ ! તે જ્ઞાની નથી, અજ્ઞાની છે. તેમાંથી કેટલાક જીવોને બે અજ્ઞાન અને કેટલાક જીવોને ત્રણ અજ્ઞાન હોય છે, આ રીતે તે જીવોમાં ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. ६८ आभिणिबोहियणाणलद्धिया णं भंते! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी, णो अण्णाणी । अत्थेगइया दुण्णाणी-तिण्णाणी-चउणाणी, चत्तारि णाणाई भयणाए।
तस्स अलद्धिया णं भंते ! जीवा किं णाणी, अण्णाणी? गोयमा ! णाणी वि अण्णाणी वि । जे णाणी ते णियमा एगणाणी, केवलणाणी । जे अण्णाणी ते अत्थेगइया दुअण्णाणी, अत्थेगइया तिअण्णाणी, तिण्णि अण्णाणाई भयणाए ।
एवं सुयणाणलद्धिया वि । तस्स अलद्धिया वि जहा आभिणिबोहियणाणस्स अलद्धिया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આભિનિબોધિકજ્ઞાન લબ્ધિયુક્ત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તરહે ગૌતમ! તે જ્ઞાની છે, અજ્ઞાની નથી, તેમાંથી કેટલાક જીવોને બે જ્ઞાન, કેટલાક જીવોને ત્રણ જ્ઞાન અને કેટલાક જીવોને ચાર જ્ઞાન હોય છે. આ રીતે તેમાં ચાર જ્ઞાનની ભજના હોય છે.
પ્રશ્ન- હે ભગવન! આભિનિબોધિક જ્ઞાન લબ્ધિ રહિત જીવ જ્ઞાની છે કે અજ્ઞાની ? ઉત્તર- હે