________________
[ ૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
લબ્ધિ :- જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષય અથવા ક્ષયોપશમથી આત્મામાં જ્ઞાનાદિ ગુણોની ઉપલબ્ધિ (લાભ અથવા પ્રગટ) થાય તેને લબ્ધિ કહે છે. તે જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. (૧) જ્ઞાનલબ્ધિ :- જ્ઞાનાવરણીય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં મતિજ્ઞાનાદિ ગુણોનો લાભ થાય તે જ્ઞાનલબ્ધિ છે. તેના પાંચ ભેદ છે; મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન. તેમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપથમિક છે. એક કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. તેથી વિપરીત અજ્ઞાન લબ્ધિના ત્રણ ભેદ છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિર્ભાગજ્ઞાન. (૨) દર્શનલબ્ધિ - સમ્યક, મિથ્યા અથવા મિશ્ર શ્રદ્ધાનરૂપ આત્માના પરિણામને દર્શનલબ્ધિ કહે છે. તેના ત્રણ ભેદ છે. સમ્યગદર્શનલબ્ધિ - સુદેવ, સગુરુ અથવા સદ્ધર્મમાં શ્રદ્ધારૂપ આત્મપરિણામ અથવા મિથ્યાત્વ મોહનીયકર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમથી થતાં આત્મપરિણામને સમ્યગુદર્શન લબ્ધિ કહે છે. સમ્યગુદર્શનની પ્રાપ્તિ પછી મતિ અજ્ઞાનાદિ સમ્યગુજ્ઞાન રૂપે પરિણત થાય છે. મિથ્યાદર્શનલબ્ધિ - કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિરૂપ વિપરીત શ્રદ્ધારૂપ આત્મ પરિણામ અથવા મિથ્યાત્વના અશુદ્ધ પુદ્ગલોના વેદનથી ઉત્પન્ન થતાં વિપરીત આત્મપરિણામને મિથ્યા- દર્શનલબ્ધિ કહે છે. સમમિથ્યાદર્શનલબ્ધિ - મિથ્યાત્વના અર્ધવિશુદ્ધ પુલના વેદનથી–મિશ્ર મોહનીયકર્મના ઉદયથી ઉત્પન્ન થતાંમિશ્રરૂપ (કિંચિત્ સુશ્રદ્ધા અને કિંચિત કુશ્રદ્ધારૂપ આત્મ પરિણામને સમ્યગુમિથ્યાદર્શનલબ્ધિ
(૩) ચારિત્રલબ્ધિ:- ચારિત્ર મોહનીય કર્મના ક્ષયાદિથી થતાં સર્વસાવધવ્યાપારના ત્યાગ રૂ૫ આત્મપરિણામને ચારિત્રલબ્ધિ કહે છે. તેના સામાયિક, છેદોપસ્થાપનીય આદિ પાંચ ભેદ છે.
(૪) ચારિત્રાચારિત્રલબ્ધિ :- અપ્રત્યાખ્યાન કષાય ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી થતાં દેશવિરતિરૂપ આત્મપરિણામને ચારિત્રાચરિત્રલબ્ધિ કહે છે. અહીં મૂલગુણ, ઉત્તરગુણ તથા તેના ભેદોની વિવક્ષા કરી નથી, તેથી આ લબ્ધિ એક જ પ્રકારની છે. (૫) દાનલબ્ધિ :- દાનાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
(૬) લાભલબ્ધિ :- લાભાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
(૭) ભોગલબ્ધિ :- ભોગાંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ. (૮) ઉપભોગલબ્ધિ:- ઉપભોગવંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ.
આ લબ્ધિઓમાં પણ ભેદની વિવક્ષા ન કરતાં તેને એક-એક પ્રકારની કહી છે. (૯) વીર્યલબ્ધિ :- વીર્યંતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી પ્રાપ્ત થતી લબ્ધિ, વીર્યલબ્ધિ છે. તેના ત્રણ