________________
શતક-૮: ઉદ્દેશક-૨
ત્રણ પ્રકાર છે, યથામતિઅજ્ઞાનલબ્ધિ, શ્રુતજ્ઞાનલબ્ધિ અને વિર્ભાગજ્ઞાનલબ્ધિ. ६२ दंसणलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- सम्मदंसणलद्धी, मिच्छादसणलद्धी, सम्मामिच्छादसणलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દર્શનલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ પ્રકાર છે. યથા– સમ્યગદર્શનલબ્ધિ, મિથ્યાદર્શનલબ્ધિ અને સમ્યગૂ મિથ્યા દર્શન લબ્ધિ. ६३ चरित्तलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा-सामाइयचरित्तलद्धी छेओवट्ठावणियचरित्तलद्धी, परिहारविसुद्धचरित्तलद्धी, सुहुमसंपरायचरित्तलद्धी, अहक्खाय-चरित्तलद्धी। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ચારિત્રલબ્ધિના પાંચ પ્રકાર છે, યથા- સામાયિક ચારિત્રલબ્ધિ, છેદોપસ્થાપનીય ચારિત્રલબ્ધિ, પરિહારવિશુદ્ધ ચારિત્રલબ્ધિ, સૂક્ષ્મ સંપરાય ચારિત્રલબ્ધિ અને યથાખ્યાતચારિત્રલબ્ધિ. ६४ चरित्ताचरित्तलद्धी णं भंते ! कइविहा पण्णत्ता । गोयमा ! एगागारा पण्णत्ता। एवं जाव उवभोगलद्धी एगागारा पण्णत्ता । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચારિત્રાચારિત્ર લબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તે એક પ્રકારની છે. તે જ રીતે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ભોગલબ્ધિ, ઉપભોગલબ્ધિ, તે સર્વ એક-એક પ્રકારની છે.
६५ वीरियलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! तिविहा पण्णत्ता, तं जहा- बालवीरियलद्धी, पंडियवीरियलद्धी, बालपंडियवीरियलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- વીર્યલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- વીર્યલબ્ધિના ત્રણ પ્રકાર છે. યથાબાલવીર્યલબ્ધિ, પંડિતવીર્યલબ્ધિ અને બાલપંડિત વીર્યલબ્ધિ. ६६ इंदियलद्धी णं भंते ! कइविहा पण्णत्ता ? गोयमा ! पंचविहा पण्णत्ता, तं जहा- सोइदियलद्धी जाव फासिंदियलद्धी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયલબ્ધિના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– શ્રોતેન્દ્રિયલબ્ધિ યાવત સ્પર્શેન્દ્રિયલબ્ધિ. વિવેચનઃ
પ્રસ્તુત નવમા દ્વારના પ્રારંભમાં લબ્ધિના દસ પ્રકાર તથા તેના ભેદ પ્રભેદનું સ્વરૂપ સમજાવ્યું છે.